PAN Card : આધારકાર્ડની મદદથી હવે તાત્કાલિક બનશે પાનકાર્ડ, જાણો રીત

|

Dec 19, 2020 | 11:02 AM

PAN માટે આવકવેરા વિભાગે ખૂબ સારી અને સરળ સુવિધાઓ આપી છે. જો તમારી પાસે આધાર ઉપલબ્ધ હોય તો કોઈ લાંબી કે જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિ. તમારા આધાર નંબર દ્વારા ગણતરીના સમયમાં ઓનલાઇન  PAN  જનરેટ થઈ જશે. હાલના સમયની માંગ છે કે શક્ય તેટલા કામ કચેરીઓના ધક્કા ખાઈ કે દસ્તાવેજી લખાણપટ્ટી છોડી ડિજિટલ રીતે […]

PAN Card : આધારકાર્ડની મદદથી હવે તાત્કાલિક બનશે પાનકાર્ડ, જાણો રીત
With the help of Aadhaar card, PAN card will be created immediately

Follow us on

PAN માટે આવકવેરા વિભાગે ખૂબ સારી અને સરળ સુવિધાઓ આપી છે. જો તમારી પાસે આધાર ઉપલબ્ધ હોય તો કોઈ લાંબી કે જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિ. તમારા આધાર નંબર દ્વારા ગણતરીના સમયમાં ઓનલાઇન  PAN  જનરેટ થઈ જશે.

The emphasis is on doing most of the work digitally.

હાલના સમયની માંગ છે કે શક્ય તેટલા કામ કચેરીઓના ધક્કા ખાઈ કે દસ્તાવેજી લખાણપટ્ટી છોડી ડિજિટલ રીતે કરવામાં આવે તે જરૂરી છે. સરકાર પણ આ બાબત ઉપર ભાર મૂકી રહી છે. મોટાભગના કામ ડિજિટલ રીતે કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.

આ સુવિધા માટે તમારે ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મમાં તમારો આધાર નંબર દાખલ  કરવાનો રહેશે.  E – KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા લિંક્ડ મોબાઇલ ફોન નંબર પર ઓટીપી મોકલવામાં આવશે જે એપ્લાય કરવાનો રહેશે. જે પ્રકારે  Unique Identification Authority of India (UIDAI ) આધાર જારી કરે છે,તેવી જ રીતે આવકવેરા વિભાગ પણ પાનકાર્ડ જારી કરે છે. PAN 10 અંકો digit alphanumeric હોય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

A soft copy in PDF format will be given to the PAN card applicant in 10 minutes

પાનકાર્ડ એપ્લિકેશન કરનારને 10 મિનિટમાં PDF ફોર્મેટમાં સોફ્ટ કોપી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે E – PAN અસલ હાર્ડ કોપી નકલની જેમ જ સાચી છે. સાચવણી માટે  50 રૂપિયામાં પાનકાર્ડ રી પ્રિન્ટ ઓર્ડર આપીને લેમિનેટેડ પાનકાર્ડ પણ મેળવી શકો છો.

આધાર કાર્ડની મદદથી  પાનકાર્ડ કેવી રીતે મેળવી શકાય ?

સૌ પ્રથમ આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લેવી
Instant PAN through Aadhaar સેક્શનમાં જાઓ
Quick લિંક્સ ઉપર ક્લિક કરો
Get New PAN ઉપર ક્લિક કરો
નવા પાનકાર્ડ માટે તમારો આધાર નંબર દાખલ કરો
કેપ્ચા કોડ દાખલ કરો
તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ ફોન પર OTP મેળવો
OTP દાખવ કરી વેરિફિકેશન પૂર્ણ કરો
ટૂંક સમયમાં E-PAN જારી કરવામાં આવશે

Next Article