WhatsApp New Feature: હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકશો મેસેજ, જાણો આ ફિચર વિશે

|

Mar 06, 2022 | 11:52 AM

લગભગ 8 મહિનાના ટેસ્ટિંગ પછી, WhatsAppએ તેનું અપડેટ બીટા યુઝર્સ માટે રિલીઝ કર્યું છે. WhatsApp ડેસ્કટોપના બીટા યુઝર્સ હવે ફોનને ફ્લાઈટ મોડમાં મૂકીને પણ WhatsAppનો ઉપયોગ કરી શકાશે.

WhatsApp New Feature: હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકશો મેસેજ, જાણો આ ફિચર વિશે
WhatsApp (File Photo)

Follow us on

વોટ્સએપે (WhatsApp) ગત વર્ષ એક ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું, જેની સાથે કંપનીએ કહ્યું હતું કે વોટ્સએપના ડેસ્કટોપ યુઝર્સ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે પણ મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો લેપટોપ અથવા ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરવા માટે ફોનને ઈન્ટરનેટની જરૂર નથી. લગભગ 8 મહિનાના ટેસ્ટિંગ પછી WhatsAppએ તેનું અપડેટ બીટા યુઝર્સ માટે રિલીઝ કર્યું છે. WhatsApp ડેસ્કટોપના બીટા યુઝર્સ હવે ફોનને ફ્લાઈટ મોડમાં મૂકીને પણ WhatsAppનો ઉપયોગ કરી શકાશે.

કેવી રીતે એક્ટિવ કરવું નવું ફિચર

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે નવું ફીચર ફક્ત ડેસ્કટોપ યુઝર્સ માટે છે. જો તમે ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરો છો તો આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલા તમારું WhatsApp અપડેટ કરો. હવે આ ફીચરને એક્ટિવેટ કરવા માટે તમારે તમારા ફોનના WhatsApp સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ Linked Devices ઓપ્શન પર ક્લિક કરો.

હવે તમે મલ્ટી-ડિવાઈસ બીટાનો વિકલ્પ જોશો. બીટા વર્ઝનમાં જોડાવા માટે તેના પર ક્લિક કરો. હવે ડેસ્કટોપ પર WhatsApp ખોલો. તમારી સેટિંગ પૂર્ણ થઈ ગઈ છે. હવે તમે તમારા ફોનમાં ઇન્ટરનેટ ના હોવા છતાં પણ લેપટોપ પર WhatsAppનો ઉપયોગ કરી શકશો. હવે WhatsApp તમારા લેપટોપના ઇન્ટરનેટનો ઉપયોગ કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મલ્ટી ડિવાઈસ સપોર્ટ પણ ઉપલબ્ધ

ડેસ્કટોપના નવા બીટા વર્ઝન સાથે, મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે, જેનો અર્થ છે કે તમે એક જ વોટ્સએપ એકાઉન્ટને ચાર અલગ-અલગ ડિવાઈસ પર ઉપયોગ કરી શકશો, જો કે આ ડિવાઈસ ફક્ત વેબ વર્ઝન સાથે હશે એટલે કે તમે તેનો ઉપયોગ અલગ અલગ ફોન એપમાં કરી શકશો નહીં. મલ્ટિ-ડિવાઈસ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારે ઉપર વર્ણવ્યા મુજબ બીટા સાથે જોડાવાની જરૂર પડશે.

આ પણ વાંચો: Tech Tips: તમારા ફોનમાં જરૂરથી રાખો આ સરકારી એપ, એક એપથી જ થઈ જશે અનેક કામ

આ પણ વાંચો: Tech News: યુક્રેન માટે Snapchatએ બંધ કર્યું હિટ મેપ ફિચર, સુરક્ષાના ભાગરૂપે લેવામાં આવ્યા પગલા

Next Article