Gujarati NewsTechnologyWhatsapp lavi rahyu che nava features mute ane read letter fiders app no anubhav romanchak banavse
Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ, મ્યુટ અને રીડ લેટર ફીડર્સ એપનો અનુભવ રોમાંચક બનાવશે
વોટ્સએપ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં વીડિયો માટે એક નવી સુવિધા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. આ સુવિધાની મદદથી વપરાશકર્તાઓ વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકશે. આ ફીચર સ્ટેટસ લગાવતી વખતે પણ ઉપયોગ કરી શકાશે. વોટ્સએપથી સંબંધિત વિગતો પ્રદાન કરનારી WAPetaInfo અનુસાર કંપની હવે મ્યૂટ વીડિયો સુવિધા વિકસાવી રહી છે. નવી સુવિધા બીટા અપડેટમાં જોવા મળી […]
વોટ્સએપ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં વીડિયો માટે એક નવી સુવિધા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. આ સુવિધાની મદદથી વપરાશકર્તાઓ વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકશે. આ ફીચર સ્ટેટસ લગાવતી વખતે પણ ઉપયોગ કરી શકાશે. વોટ્સએપથી સંબંધિત વિગતો પ્રદાન કરનારી WAPetaInfo અનુસાર કંપની હવે મ્યૂટ વીડિયો સુવિધા વિકસાવી રહી છે. નવી સુવિધા બીટા અપડેટમાં જોવા મળી છે. વૉટ્સએપ દ્વારા તાજેતરમાં જ યુઝર્સ માટે disappearing, always mute, whatsapp pay જેવી સુવિધાઓ અપાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કંપનીએ હજી સુધી આ સુવિધાને લગતી કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ WABetaInfoએ સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં વીડિયોમાં નીચે વોલ્યુમ આઈકોન દેખાય છે. આઈકોન વોલ્યુમ ઘટાડવામાં અથવા મ્યૂટ કરવામાં મદદ કરશે. એ જ રીતે, જ્યારે તમે સ્ટેટસ પર વીડિયો સેટ કરો છો, ત્યારે પણ ફીચરનો ઉપયોગ કરી શકાશે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રિપોર્ટ્સ અનુસાર વોટ્સએપ રીડ લેટર નામના ફિચર પર પણ કામ કરી રહ્યું છે. આ સુવિધા archive chat સુવિધાને રિપ્લેસ કરશે. રીડ લેટર સુવિધાએ archive chatનું આગલું વર્ઝન છે, જેમાં વેકેશન મોડ મળશે, પરંતુ આ સુવિધા ચાલુ કર્યા પછી નોટિફિકેશન મળશે નહીં. WABetaInfo અનુસાર, યુઝર્સ ચેટના ઉપરના વિભાગમાં રીડ લેટર સુવિધા મળશે. હાલમાં આ સુવિધાનું પરીક્ષણ ચાલુ છે. કંપની તેને ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં રજૂ કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો