
જો તમે લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ નવું અપડેટ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વોટ્સએપને (WhatsApp) લગતા નવા અપડેટ્સની માહિતી દરરોજ બહાર આવે છે. હવે વોટ્સએપ યુઝર્સ વોટ્સએપમાં કેટલાક ફેરફાર જોવા જઈ રહ્યા છે. નવા અપડેટ સાથે, તમે એપ્લિકેશનમાં કેટલાક નવા રંગો અને બદલાયેલ એપ્લિકેશન આઇકોન્સ જોઈ શકશો.
Wabetainfoનો એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વોટ્સએપના એન્ડ્રોઈડ યુઝર્સ એપનું બદલાયેલું ઈન્ટરફેસ જોવા જઈ રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ યુઝર્સ નવા અપડેટ સાથે એપમાં કેટલાક નવા રંગો અને બદલાયેલા એપ આઇકોન જોઈ શકશે. કંપની આ ફેરફારને મટિરિયલ ડિઝાઇન 3 સાથે રજૂ કરી રહી છે.
Wabetainfoના આ લેટેસ્ટ રિપોર્ટમાં એપના બદલાયેલા ઈન્ટરફેસને લઈને એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં યુઝર્સ એપના લીલા રંગમાં નવો ફેરફાર જોઈ શકે છે. વોટ્સએપના લાઇટ અને ડાર્ક બંને મોડ માટે નવો લીલો રંગ રજૂ કરવામાં આવ્યો છે. ચેટ બબલ્સ અને ફ્લોટિંગ એક્શન બટનો દર્શાવતા નવા ઇન્ટરફેસ સાથે વપરાશકર્તાઓને નવો દેખાવ મળશે.
હાલમાં, નવું અપડેટ WhatsApp એન્ડ્રોઇડના કેટલાક મર્યાદિત બીટા ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. નવું અપડેટ WhatsApp બિઝનેસ બીટા યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવ્યું છે.બીટા ટેસ્ટર્સ Google Play પરથી WhatsApp અપડેટ કરી શકે છે. આ ફેરફાર WhatsApp Android બીટા અપડેટ વર્ઝન 2.23.20.10 (Android 2.23.20.10 અપડેટ માટે WhatsApp બીટા) ધરાવતા યુુઝર્સ માટે ઉપલબ્ધ છે.
અમે તમને જણાવી દઈએ કે, WhatsApp સૌથી પહેલા બીટા ટેસ્ટર્સ માટે એપના નવા ફેરફારો રજૂ કરે છે. બીટા ટેસ્ટર્સના પ્રતિસાદ પછી જ કંપની એપના અન્ય યુુઝર્સ માટે અપડેટ્સમાં નવા સુધારાઓ સાથે કોઈપણ ફેરફારો રજૂ કરે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો