WhatsApp Update: Delete For Everyone ફિચરમાં વોટ્સએપ કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર, જાણો શું છે

|

Mar 07, 2022 | 12:38 PM

આ ફિચર અંતર્ગત યુઝર્સ પાસે હવે કોઈ પણ મેસેજને ડિલીટ કરવા માટે વધારે સમય હશે. ટેક રિપોર્ટ્સ અનુસાર ડિલીટ ફોર એવરીવન ફિચરની નવી ટાઈમ લિમિટનું ટેસ્ટિંગ વોટ્સએપની એન્ડ્રોઈડ વર્ઝન 2.22.410 પર થઈ રહ્યું છે.

WhatsApp Update: Delete For Everyone ફિચરમાં વોટ્સએપ કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર, જાણો શું છે
Symbolic Image

Follow us on

વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સ માટે નવા ફિચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. WhatsApp એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝર્સ કોઈ પણ મેસેજને ‘Delete For Everyone‘ કરવા માટે વધારે સમય હશે. આ નવા ફિચરથી વોટ્સએપ યુઝર હવે કોઈ પણ મેસેજને 2 દિવસ બાદ પણ ‘Delete For Everyone’ કરી શકશે. હાલ કોઈ પણ મેસેજને ડિલીટ ફોર એવરીવન કરવું હોય તો 1 કલાક 8 મિનિટ અને 16 સેકેન્ડનો ટાઈમ મળે છે. એટલે કે મેસેજ ડિલીવર થયા બાદ તમે તે મેસેજને ડિલીટ ફોર એવરીવન કરવા માગો છો તો તેને 1 કલાક 8 મિનિટ અને 16 સેકેન્ડ પહેલા કરવો પડશે.

જલ્દી જ આ ટાઈમ લિમિટને વધારીને 2 દિવસ અને 12 કલાક કરી શકે છે. આ ફિચર અંતર્ગત યુઝર્સ પાસે હવે કોઈ પણ મેસેજને ડિલીટ કરવા માટે વધારે સમય હશે. ટેક રિપોર્ટ્સ અનુસાર ડિલીટ ફોર એવરીવન ફિચરની નવી ટાઈમ લિમિટનું ટેસ્ટિંગ વોટ્સએપની એન્ડ્રોઈડ વર્ઝન 2.22.410 પર થઈ રહ્યું છે.

ત્યાર બાદ યુઝર પાસે વોટ્સએપના કોઈ પણ મેસેજને ડિલીટ ફોર એવરીવન કરવા માટે અઢી દિવસનો સમય મળશે. WhatsApp ના મેસેજ ડિલીટ કરવાની ટાઈમ લિમિટને વર્ષ 2018 માં 7 મિનિટથી વધારીને 1 કલાક કરવામાં આવી હતી. ગત વર્ષ નવેમ્બરમાં WhatsApp આ ટાઈમ લિમિટને કથિત રીતે 7 દિવસ સુધી વધારવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું જોકે તેને આ નિર્ણય એટલા માટે પાછો લીધ કારણ કે 7 દિવસ સુધી ટાઈમ લિમિટને વધારવી અયોગ્ય લાગી રહી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગ્રુપ એડમિન અન્ય યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકશે

વોટ્સએપ ગ્રુપ એડમિન માટે નવા ચેટ ફીચર પર કામ કરી રહ્યું છે. તેના આગમન પર, વ્હોટ્સએપ ગ્રૂપ એડમિન્સ કોઈપણના મેસેજને પૂછ્યા વગર ડિલીટ કરી શકશે. આ પછી, વપરાશકર્તાઓને એક નોંધ દેખાશે કે “આ એડમિને તેને દૂર કરી છે.”

WhatsApp વેબ/ડેસ્કટોપ માટે 2-સ્ટેપ્સ વેરિફિકેશન

વોટ્સએપનું ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે નવી સેફ્ટી ફીચર લાવવાની યોજના છે. WhatsApp વેબ/ડેસ્કટોપ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન લાવી શકે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન એ એક વૈકલ્પિક સુવિધા છે જે તમારા WhatsApp એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન પિન એ 6-અંકના વેરિફિકેશન કોડથી અલગ છે જે તમે SMS અથવા ફોન કૉલ દ્વારા મેળવો છો. જ્યારે તમે તમારા WhatsApp એકાઉન્ટમાં લોગ ઇન કરો છો ત્યારે આ જરૂરી છે અને અનધિકૃત ઍક્સેસને રોકવામાં મદદ કરે છે. આ ફીચર હાલમાં વોટ્સએપ મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Surat: કન્ઝયુમર ડીઝલ પંપો પર ભાવ વધારો ઝીંકાતા ખેડૂત સભાસદોને પણ મોટું નુકસાન, સહકારી મંડળીઓએ ડીઝલ પંપો બંધ કરવાની નોબત આવી

આ પણ વાંચો: Jan Aushadhi Diwas: પીએમ મોદી આજે જન ઔષધિ કેન્દ્રના માલિકો અને લાભાર્થીઓ સાથે વાત કરશે, દેશના દરેક બ્લોકમાં કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય

Next Article