Whatsapp અને Signalને ટક્કર આપી રહી છે Viber એપ, જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

|

Feb 03, 2021 | 6:14 PM

WhatsAppની પ્રાઈવેસી પોલિસી બાદ ભારત સહિત સમગ્ર દુનિયામાં સિક્યોર મેસેજિંગ પ્લેટફોર્મની ચર્ચા ચાલી રહી છે. તેની સાથે વોટસએપની સરખામણીમાં સૌથી સુરક્ષિત એપ લોકો સર્ચ કરી રહ્યા છે.

Whatsapp અને Signalને ટક્કર આપી રહી છે Viber એપ, જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

Follow us on

WhatsAppની પ્રાઈવેસી પોલિસી બાદ ભારત સહિત સમગ્ર દુનિયામાં સિક્યોર મેસેજિંગ પ્લેટફોર્મની ચર્ચા ચાલી રહી છે. તેની સાથે વોટસએપની સરખામણીમાં સૌથી સુરક્ષિત એપ લોકો સર્ચ કરી રહ્યા છે. આ કડીમાં હવે સિગ્નલ બાદ વાઈબર એપનું નામ પણ જોડાઈ ગયું છે. આ મેસેજિંગ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ ડીવાઈસ પર કામ કરી રહી છે. આ બિલકુલ WhatsApp, Signal અને  Discord જેમ જ છે.  Viber એન્ડ ટુ એન્ડ એનક્રિપશનને સપોર્ટ કરે છે. એટકે કે વાઈબરને કોઈ થર્ડ પાર્ટી એક્સેસ નહીં કરી શકે. વાઈબર ડેસ્કટોપને સપોર્ટ કરે છે. આ વિન્ડો, મેક અને લીનક્સ કોમ્પ્યુટર પણ ચાલી શકે છે.

 

Viber એપને વર્ષ 2010માં ઈઝરાયલની બેસ્ટ કંપનીએ વાઈબર મીડિયાએ બનાવ્યું છે. આ મેસેજિંગ એપને ઈઝરાયલની સેનામાં કામ કરનારા બે મિત્રો Talmon Marco અને  Igor Magazinnikએ બનાવી હતી. આ બંને ઈઝરાયેલી સેનામાં ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર હતા. તેની બાદ વર્ષ 2014માં એપને જાપાનની કંપની  Rekutenએ ખરીદી લીધી હતી. આ મેસેજિંગ એપ રશિયા અને યુક્રેનમાં લોકપ્રિય છે. યુક્રેનના લગભગ 97 ટકા લોકો વાઈબરનો ઉપયોગ કરે છે. આ મેસેજિંગ એપનો ઉપયોગ ભારતમાં પણ થઈ શકે છે. વાઈબરએ એક મેસેજિંગ મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન અત્યાર સુધીમાં એક અબજથી વધુ યુઝર્સે તેને ડાઉનલોડ કરી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

કેવી રીતે ડાઉનલોડ કરો

  1. Viber  મેસેજિંગ એપ્લિકેશન, Android સાથે આઈઓએસ યુઝર્સ માટે ભારતમાં ઉપલબ્ધ છે.
  2. તેને ગૂગલ પ્લે સ્ટોર અને Apple એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
  3. એપ્લિકેશનની સાઈઝ 44MB છે.

 

આ પણ વાંચો: BREAKING NEWS: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

Next Article