Technology: Wifi મોડેમનું નામ તો સાંભળ્યું હશે પણ ‘વાઈફાઈ રિપીટર’ એટલે શું, જાણો કેવી રીતે કરે છે કામ

|

Mar 15, 2022 | 8:15 AM

વાઇફાઇ રીપીટર આ સમસ્યાનો ઉકેલ છે. હાલમાં ઘણા પ્રકારના WiFi રીપીટર ઉપલબ્ધ છે. કેટલાક પ્રીમિયમ ક્વોલિટી વાઇફાઇ રિપીટર પણ છે, જેને મોબાઇલ એપની મદદથી ઓપરેટ કરી શકાય છે.

Technology: Wifi મોડેમનું નામ તો સાંભળ્યું હશે પણ વાઈફાઈ રિપીટર એટલે શું, જાણો કેવી રીતે કરે છે કામ
Wifi repeater and how it is different from modem
Image Credit source: How To Geek

Follow us on

અત્યાર સુધી તમે વાઈફાઈ મોડેમ (Modem)અને રાઉટર(Router)નું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વાઈફાઈ રીપીટર (Wifi Repeater)વિશે જાણો છો. વાસ્તવમાં, ઈન્ટરનેટના યુગમાં આવા ઘણા ઉપકરણો લાવવામાં આવી રહ્યા છે જે સુવિધાઓમાં વધારો કરી રહ્યા છે. આવું જ એક ડિવાઈસ છે ‘વાઇફાઇ રિપીટર’. ઈન્ટરનેટના વધતા વપરાશમાં તેની મર્યાદિત રેન્જ સમસ્યા બની રહી છે. વાઇફાઇ રીપીટર આ સમસ્યાનો ઉકેલ છે. હાલમાં ઘણા પ્રકારના WiFi રીપીટર ઉપલબ્ધ છે. કેટલાક પ્રીમિયમ ક્વોલિટી વાઇફાઇ રિપીટર પણ છે, જેને મોબાઇલ એપની મદદથી ઓપરેટ કરી શકાય છે.

આ ડિવાઈસ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

વાઇફાઇ રિપીટરને વાઇફાઇ એક્સટેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો સાદી ભાષામાં સમજીએ તો ઈન્ટરનેટ માટે તમે મોડેમ કે રાઉટરનો ઉપયોગ કરો છો, પરંતુ આના દ્વારા ઈન્ટરનેટ માત્ર એક ચોક્કસ રેન્જ સુધી જ પહોંચી શકે છે. વાઇફાઇ રિપીટર તમારા ઇન્ટરનેટની રેન્જ વધારવાનું કામ કરે છે. આ ડિવાઈસ WiFi સિગ્નલની રેન્જને દૂર દૂર સુધી ફેલાવવામાં મદદ કરે છે.

હવે સમજીએ કે વાઈફાઈ રીપીટર ઈન્ટરનેટની રેન્જ કેવી રીતે વધારે છે. તેને આ રીતે સમજીએ. તેને એવી જગ્યાએ લગાવામાં આવે છે જ્યાંથી ઘર અથવા ઓફિસના પ્રાથમિક મોડેમના સિગ્નલ યોગ્ય રીતે પહોંચી રહ્યા હોય. આવી જગ્યાએ હાજર પાવર પ્લગમાં વાઈફાઈ રીપીટર ઈન્સ્ટોલ કરવામાં આવે છે. તે મુખ્ય મોડેમમાંથી આવતા સિગ્નલને રીડ કરી રેન્જ વધારવામાં મદદ કરે છે. એટલે કે, તેના ઇન્સ્ટોલેશન પછી, તમે થોડા વધુ અંતર માટે ઇન્ટરનેટ મેળવી શકો છો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે વધુ સારો વિકલ્પ છે કે જેઓ મોટા સ્થળોએ છે અને માત્ર એક જ WiFi કનેક્શન ધરાવે છે. આ રીતે, તેઓ WiFi રીપીટરની મદદથી ઇન્ટરનેટની રેન્જ વધારી શકે છે. તેમાં એન્ટેના છે, જે રેન્જ વધારવામાં મદદ કરે છે. તેને કોઈપણ પ્રકારના કેબલની જરૂર નથી કારણ કે તે વાયરલેસ રીતે કામ કરે છે. ઘણી વખત એવું બને છે કે સિગ્નલ ઘર અથવા ઓફિસના કોઈ ચોક્કસ ભાગમાં નથી પહોંચતા, આવી જગ્યાઓ માટે તે વધુ સારું ડિવાઈસ છે. તેને ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ટેકનિશિયનની જરૂર નથી.

એપથી પણ ઓપરેટ કરી શકાય છે

હાઉ-ટુ-ગીકના રિપોર્ટ અનુસાર, વાઇફાઇ રિપીટર વિવિધ રેન્જમાં આવે છે. માર્કેટમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના વાઈફાઈ એક્સ્સ્ટેન્ડર ઉપલબ્ધ છે, તમે તેને તમારી અનુકૂળતા મુજબ ખરીદી શકો છો. કેટલાક પ્રીમિયમ વાઇફાઇ રીપીટર પણ છે જે એપ દ્વારા ઓપરેટ કરી શકાય છે. જો કે, તેનો ઉપયોગ કરવા પર, એકંદર બેન્ડવિડ્થમાં ઘટાડો અમુક અંશે જોઈ શકાય છે.

આ પણ વાંચો: Viral: પ્રેમી માટે પ્રેમિકાએ ખાસ અંદાજમાં ગાયુ ગીત, લોકોએ કહ્યું ‘ભગવાન પ્રેમીને આ ગીત સાંભળવાની શક્તિ દે’

આ પણ વાંચો: Russia Ukraine War: UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે યુક્રેનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, યુદ્ધ ખતમ કરવા અંગે આપ્યુ મોટુ નિવેદન

Next Article