End-to-End Encryption in WhatsApp
Image Credit source: File photo
દુનિયામાં હાલ સૌથી વધારે વપરાતું મેસેજિંગ એપ એટલે વોટ્સએપ (WhatsApp).તે પોતાના યુઝર્સની સુવિધાનું ખુબ ધ્યાન રાખે છે. તે યુઝર્સમી પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખે છે. હાલમાં જ કંપનીએ ઓનલાઈન સ્ટેટસ છુપાડવું, કોઈને બતાવ્યા વગર ગ્રુપ છોડવા જેવા પ્રાઈવેસી ફીચર જાહેર કર્યા હતા. નજીકના ભવિષ્યમાં યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન (End-to-End Encryption) વોટ્સએપનું એક એવું પ્રાઈવેસી ફિચર છે, જેના વિશે ખુબ ચર્ચા થતી રહે છે. વોટ્સએપ વાપરતી વખતે તમે આ ફીચર વિશે જાણકારી મેળવી જ હશે. ચાલો જાણીએ આ ફીચર વોટ્સએપ યુઝર્સને કઈ રીતે પ્રભાવિત કરે છે.
આ 5 રીતે સમજો End-to-End Encryption
- વોટ્સએપ પરની ચેટ્સ “એનક્રિપ્ટેડ” છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા ફક્ત WhatsApp મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ ચેટ જોઈ શકે છે. WhatsApp પોતે આ ચેટ જોઈ શકતું નથી.
- એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હેઠળ WhatsApp પર 2 યુઝર્સ વચ્ચે મોકલવામાં આવેલા તમામ મેસેજ, ફોટા, વીડિયો, વૉઇસ મેસેજ, સ્ટેટસ અપડેટ્સ અને કૉલ્સ વગેરેને સુરક્ષિત રાખવામાં આવે છે. કોઈ ત્રીજી વ્યક્તિ WhatsApp ચેટ જોઈ શકતી નથી.
- વોટ્સએપનું કહેવું છે કે , એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર તમામ મેસેજને સિંગલ લોક દ્વારા સુરક્ષિત કરે છે. જે યુઝર્સ વોટ્સએપ મેસેજ મોકલે છે અને મેળવે છે તેમની પાસે જ મેસેજને અનલોક કરવા માટે ખાસ કી હોય છે. અન્ય તમામ યુઝર્સ તેમને વાંચી શકશે નહીં.
- WhatsApp એ તમામ યુઝર્સ માટે મૂળભૂત રીતે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સક્ષમ કર્યું છે. એવું નથી કે યુઝરને મેસેજ એન્ક્રિપ્શન માટે કોઈ અલગ સેટિંગ કરવું પડે. તેથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને દૂર કરવાનો કોઈ વિકલ્પ નથી.
- હાલમાં વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને લઈને ઘણો વિવાદ થયો છે. ભારતના IT નિયમ અનુસાર, સરકાર જરૂર પડ્યે WhatsApp જેવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની વિગતો માંગી શકે છે, પરંતુ આ બાબતો WhatsAppના મૂળ વિચારની વિરુદ્ધ છે.