Tech News: જલ્દી જ ખતમ થશે 5G ની રાહ, આ મહિનાથી જ શરૂ થઈ શકે છે હરાજી, TRAIએ આપ્યા સંકેત

|

Feb 15, 2022 | 9:09 AM

ટ્રાઈએ જણાવ્યું છે કે તે માર્ચ સુધીમાં તેના સૂચનો સબમિટ કરશે. વધુમાં કહ્યું હતું કે ટ્રાઈ અને ટેલિકોમ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી હરાજી પ્રક્રિયા જલ્દીથી શરૂ થઈ શકે.

Tech News: જલ્દી જ ખતમ થશે 5G ની રાહ, આ મહિનાથી જ શરૂ થઈ શકે છે હરાજી, TRAIએ આપ્યા સંકેત
Symbolic Image

Follow us on

ભારતમાં 5G(5G in India)ની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર આ વર્ષે મે મહિનામાં 5G સ્પેક્ટ્રમની હરાજી થઈ શકે છે. જો કે, આ માટે ટ્રાઈએ આ વર્ષે માર્ચ સુધીમાં વેચાણ પ્રક્રિયાના નિયમો પર તેના સૂચનો આપવા પડશે. એક વરિષ્ઠ ટેલિકોમ ઓપરેટરે આ માહિતી આપી છે. જણાવી દઈએ કે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ટ્રાઈએ જણાવ્યું છે કે તે માર્ચ સુધીમાં તેના સૂચનો સબમિટ કરશે. તેમણે કહ્યું હતું કે ટ્રાઈ અને ટેલિકોમ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી હરાજી પ્રક્રિયા જલ્દીથી શરૂ થઈ શકે.

ક્યારે આવશે 5G?

પીટીઆઈ અનુસાર, ટેલિકોમ સચિવ કે રાજારામને કહ્યું, ‘ટ્રાઈ(TRAI)એ સંકેત આપ્યો છે કે તે માર્ચ સુધીમાં તેના સૂચનો મોકલશે. ત્યાર બાદ નિર્ણય લેવામાં એક મહિનાનો સમય લાગશે. આપને જણાવી દઈએ કે આ પહેલા સરકાર ટ્રાઈ તરફથી સૂચન મળ્યા બાદ લગભગ 60 થી 120 દિવસ પછી જ હરાજી શરૂ કરવામાં સફળ રહી હતી.

કે રાજારામ(K Rajaraman)ને કહ્યું કે TRAI તરફથી સૂચન મળ્યા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ને હરાજી શરૂ કરવામાં લગભગ બે મહિનાનો સમય લાગે છે. DoT અનુસાર, 5G સર્વિસ આવ્યા બાદ યુઝર્સને 4G કરતા 10 ગણી વધુ સ્પીડ મળશે. હાલમાં, DoT પ્રક્રિયાના ભાગરૂપે TRAIના સૂચનની રાહ જોઈ રહ્યું છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ટ્રાઈ શું સૂચન કરશે?

TRAI તેના સૂચનમાં, સ્પેક્ટ્રમની કિંમત, ફાળવણીની પદ્ધતિ, સ્પેક્ટ્રમના બ્લોક કદ, ચુકવણીની મુદત અને સ્થિતિ વગેરે સહિત અન્ય સૂચનો આપી શકશે. TRAI ઉદ્યોગ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી ટેલિકોમ્યુનિકેશન વિભાગને તેના સૂચનો આપશે.
ચાલુ પ્રક્રિયા હેઠળ, DoT માં ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન (Digital Communications Commission) TRAIના સૂચન પર તેનો નિર્ણય લેશે અને તે પછી તેને અંતિમ મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે. રાજારામને જણાવ્યું કે DoT એ હરાજી કરવા માટે MSTCને પહેલેથી જ પસંદ કરી લીધું છે.

આ પણ વાંચો: Cotton Crop: કપાસના પાકનો બમણો ફાયદો, ભાવ વધ્યા અને ઉત્પાદકતામાં પણ આવી તેજી

આ પણ વાંચો: ચાઈનીઝ એપ પર ડિજિટલ સ્ટ્રાઈક: Free Fire સહિત 54 મોબાઈલ એપ પર સરકારે લગાવ્યો બેન, જુઓ યાદી

Next Article