12,000mAh ની દમદાર બેટરી સાથે આવશે નવો 5G સ્માર્ટફોન: Vivo એ શરૂ કર્યું માસ પ્રોડક્શન

Vivo એ 12,000mAh બેટરી ક્ષમતા ધરાવતા નવા 5G સ્માર્ટફોનનું પ્રોડક્શન શરૂ કરી દીધું હોવાના અહેવાલ છે. લીક્સ અનુસાર, આ સ્માર્ટફોનમાં મોટી બેટરી સાથે મોટો ડિસ્પ્લે પણ જોવા મળી શકે છે.

12,000mAh ની દમદાર બેટરી સાથે આવશે નવો 5G સ્માર્ટફોન: Vivo એ શરૂ કર્યું માસ પ્રોડક્શન
| Updated on: Nov 10, 2026 | 10:15 PM

Vivo હાલના દિવસોમાં જમ્બો બેટરીવાળા સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. જાણીતા ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે કે મોટી બેટરીવાળા ફોનના વધતા ક્રેઝને જોતાં ‘બ્લુ મેન્યુફેક્ચરર’ (Blue Manufacturer) એ આવા જ એક ફોનનું માસ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. જોકે, ટિપસ્ટરે સીધું બ્રાન્ડનું નામ જાહેર કર્યું નથી, પરંતુ બ્લુ કલરના સંકેત પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કંપની Vivo જ હોઈ શકે છે.

ટિપસ્ટરે દાવો કર્યો છે કે કંપની 11,970mAh ક્ષમતાવાળા ફોનનું માસ પ્રોડક્શન શરૂ કરી ચૂકી છે. Vivo ના આ ફોનને 12,000mAh ના માર્કેટિંગ ટેગ સાથે બજારમાં રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ ફોનમાં કયા પ્રકારના બેટરી સેલનો ઉપયોગ કરવામાં આવશે. ટિપસ્ટરે વધુમાં જણાવ્યું છે કે Vivo ના આ આગામી ડિવાઇસમાં મોટી બેટરીની સાથે મોટી ડિસ્પ્લે પણ આપવામાં આવી શકે છે.

Digital Chat Station અગાઉ પણ Vivo ના આ ફોનને લઈને વિગતો શેર કરી ચૂક્યો છે. ફેબ્રુઆરીમાં શેર કરેલી એક પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે Vivo પોતાના સિંગલ-સેલ સિલિકોન બેટરીવાળા ફોનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે 11,000mAh થી 12,000mAh ની બેટરી કેપેસિટી સાથે આવી શકે છે. હવે પોતાની નવી પોસ્ટમાં તેણે પુષ્ટિ કરી છે કે કંપનીએ આ ફોનનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી દીધું છે.

ક્યારે લોન્ચ થશે નેક્સ્ટ જનરેશન Vivo ફોલ્ડેબલ?

Gizmochina ના એક અહેવાલ મુજબ, ટિપસ્ટરે પોતાની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં Vivo ના આગામી ડિવાઇસિસ અંગે યુઝર્સના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. એક યુઝરે પૂછ્યું હતું કે શું કંપનીનો આગામી ફોલ્ડેબલ ફોન આવતા વર્ષ સુધીમાં આવશે અને શું તેમાં ફ્લેગશિપ 2nm પ્રોસેસર જોવા મળી શકે છે?

આ અંગે Digital Chat Station એ સ્પષ્ટતા કરી કે 2nm પ્રોસેસર ચિપ કોઈ સમસ્યા નથી, પરંતુ Vivo એ હજુ ફોનની ડિઝાઇન આખરી કરવાની બાકી છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની મોટા ફોલ્ડેબલ અથવા તો વાઇડ ડિસ્પ્લે ધરાવતા ફોલ્ડેબલ ફોન પર વિચારણા કરી રહી છે. વાઇડ ડિસ્પ્લે ફોલ્ડેબલ ફોન ભલે સાવ નવો કોન્સેપ્ટ ન હોય, પરંતુ DCS અગાઉ દાવો કરી ચૂક્યો છે કે કંપની વાઇડ સ્ક્રીનવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન વર્ષ 2027 સુધીમાં લોન્ચ કરી શકે છે.

Breaking News: પોસ્ટ ઓફિસ ATMથી કેશ ઉપાડવાના નિયમો બદલાયા? જાણો ડેઇલી લિમિટ, ફ્રી ટ્રાન્ઝેક્શન અને વધારાના ચાર્જીસ

Follow Us
Loading...
Unable to load recommendations.