ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીની (Information and Technology) દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે રોજ નવી નવી શોધો થઈ રહી છે, જેનું સૌથી મોટું ઉદાહરણ આપણા હાથમાં આવેલો ફોન છે. એક સમય હતો જ્યારે ફોન પર વાત કરવા માટે દરેક ઘરમાં લેન્ડલાઈન ફોન હતો, પછી ધીરે ધીરે તેનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે, પરંતુ આ દિવસોમાં એક ફોનની તસવીર સોશિયલ મીડિયા (Socail Media) પર વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ગેજેટ એક સાદા લેન્ડલાઈન ફોન જેવો દેખાય છે, પરંતુ નંબરો સાથે ડાયલિંગ બોક્સની જગ્યાએ સ્ક્રીન ટેબલેટ જેવી દેખાય છે. આ ઉપરાંત, લોકો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે તે તમામ આધુનિક એપ્લિકેશનો ટેબલેટ સ્ક્રીન પર બતાવવામાં આવી છે. તેમાં કેમેરા અને વોટ્સએપ પણ સામેલ છે. તે જુના લેન્ડલાઈન ફોન જેવો લાગે છે પરંતુ તે એટલો આકર્ષક છે કે લોકો તેને જોઈને તેના ફેન બની ગયા છે. જેને જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે તો ઘણા ચોંકી ગયા છે! બાય ધ વે, શું તમે ક્યારેય આવી લેન્ડલાઈન જોઈ છે?
We’ve come full circle pic.twitter.com/SuBb2K3W54
— Niki Tonsky (@nikitonsky) November 29, 2021
We’ve come full circle pic.twitter.com/SuBb2K3W54
— Niki Tonsky (@nikitonsky) November 29, 2021
આ તસવીર ટ્વિટર યુઝર નિકી ટોન્સકીએ શેર કરી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 1 લાખ 48 હજાર રીટ્વીટ, 1.1 મિલિયન લાઈક્સ અને લગભગ 3 હજાર કોમેન્ટ્સ મળી ચુકી છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
No Soundcloud, but I just released a new version of my hobby programming font, maybe check it out & give it a star? https://t.co/kXwIcpoV7V
— Niki Tonsky (@nikitonsky) November 29, 2021
આ ફોન લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો આના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે કહ્યું કે સતત વિકસતી ટેક્નોલોજીને કારણે આ લેન્ડલાઈન ફોનનું સ્થાન મોબાઈલ ફોન અને ટેબલેટ લઈ રહ્યા છે. અન્ય યુઝરે કહ્યું કે ટૂંક સમયમાં તે તમારા ઘર સુધી પહોંચી જશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –