ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સક્રિય છે અને દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. ગઈકાલે પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લીધી હતી, હવે વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાનને પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચક્કર લગાવી રહ્યું હતું, તે દરમિયાન વિક્રમ લેન્ડરે તેનો વીડિયો શૂટ કર્યો હતો.
આ પણ વાંચો: Chandrayaan 3: હવે માત્ર 150 કલાક અને મિશન ચંદ્રયાન 3 પૂરૂ થશે! જાણો હવે શું થશે
ઇસરોએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સલામત માર્ગની શોધમાં ભ્રમણ કરી રહ્યું છે. આ પરિભ્રમણ લેન્ડરના કેમેરામાં કેદ થઈ ગયું છે. એવું લાગે છે કે કોઈ બાળક ચંદા મામાના આંગણામાં રમી રહ્યું છે અને માતા તેને પ્રેમથી જોઈ રહી છે. ભારતના ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતર્યાને એક અઠવાડિયું થઈ ગયું છે અને હવે તેને એક સપ્તાહ બાકી છે. ગઈકાલે જ, ઈસરોએ પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક કરાયેલ વિક્રમ લેન્ડરની તસવીરો ટ્વીટ કરી હતી, જેમાં વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દેખાઈ રહ્યું હતું.
ગુરુવારે જ ઈસરોએ પુષ્ટિ કરી કે અમને બીજી ટેકનિક દ્વારા ચંદ્ર પર સલ્ફરના પુરાવા મળ્યા છે. આ પહેલા પણ ઈસરોએ અન્ય ટેકનિક દ્વારા ચંદ્ર પર તેની હાજરીની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં, સલ્ફર સિવાય ચંદ્રની જમીનમાં ઓક્સિજન સહિત કુલ 8 તત્વો મળી આવ્યા છે, જે ઈસરોની મોટી સફળતા છે.
Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn’t it? pic.twitter.com/w5FwFZzDMp— ISRO (@isro) August 31, 2023
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર માત્ર ઘણા તત્વો જ નહીં પરંતુ તાપમાનમાં તફાવત પણ શોધી કાઢ્યો છે. ચંદ્ર પર લગભગ 70 ડિગ્રી તાપમાનમાં તફાવત છે, સપાટીની અંદર જઈએ તો ચંદ્રનું તાપમાન પણ માઈનસ થઈ જાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ અને પ્રજ્ઞાને કરેલી આ શોધે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા હતા.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023
ભારતનું ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, 23 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર તેનું આયુષ્ય માત્ર 14 દિવસનું છે, જે ચંદ્ર પર એક દિવસનું છે. ચંદ્રના આ ભાગમાં સૂર્યાસ્ત થતાંની સાથે જ પ્રજ્ઞાન અને વિક્રમ કદાચ કામ કરવાનું બંધ કરી દેશે.