ગૂગલ (Google)તમારા માટે તમારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ (Doctor’s Appointment)બુક કરવાનું સરળ બનાવવા માંગે છે. યુએસ સ્થિત ટેક જાયન્ટે સર્ચ પર હેલ્થ કેયર પ્રોવાઈડર સાથે આગામી ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટ બતાવવાની જાહેરાત કરી છે. એક અધિકૃત બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભલે તમે તમારું વાર્ષિક ચેક-અપ બંધ કરી દીધુ હોય, હાલમાં જ ટ્રાન્સફર થયા હોય અને નવા ડૉક્ટરની જરૂર હોય, અથવા તે જ દિવસ માટે CVS ખાતે એક Minute Clinic શોધી રહ્યાં હોવ તો પણ તમે તમારા વિસ્તારમાં ડૉક્ટરો માટે ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટ તારીખો અને સમય ચકાસી શકો છો.
Google પ્રારંભિક રોલઆઉટ દરમિયાન CVS ખાતે Minute Clinic અને અન્ય અનનેમ્ડ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે તેના વિશે કહેવાય છે, તે આગામી અઠવાડિયામાં શરૂ થશે. પ્રોડક્ટ મેનેજર જેકી ડીજેસીએ જણાવ્યું હતું કે સર્ચ દ્વારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુકિંગ શરૂઆતમાં અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે.
Google ના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કેરેન ડીસાલ્વોએ સત્તાવાર બ્લોગમાં જણાવ્યું હતું કે, “અમે હજુ પણ આ સુવિધાને લાવવાના પ્રારંભિક તબક્કામાં છીએ, અમે CVS ખાતે Minute Clinic અને અન્ય શેડ્યુલિંગ સોલ્યુશન પ્રોવાઈડર સહિત ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ. અમે ફિચર્સ, કાર્યક્ષમતા અને ભાગીદારોના નેટવર્કને વિસ્તારવા માટે આતુર છીએ જેથી લોકોને તેઓની જરૂરી સંભાળ મેળવવાનું સરળ બને.”
તેથી, જો કોઈ વપરાશકર્તા ડૉક્ટર અથવા આરોગ્ય પ્રોવાઈડરની ઑફિસ માટે સર્ચ કરે છે, તો Google સંબંધિત માહિતી બતાવશે જેમ કે ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટના પ્રકારો, વહેલી મુલાકાતની તારીખો અને “બુક” બટન પણ હશે. બુક વિકલ્પ વપરાશકર્તાને એપોઇન્ટમેન્ટ લેવા માટે થર્ડ પાર્ટી સાઈટ પર લઈ જશે.
ટેક જાયન્ટે કહ્યું કે આ ફીચર શરૂઆતમાં માત્ર યુએસ માર્કેટ માટે જ ઉપલબ્ધ હશે. આ ફીચર ભારતમાં ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી. જો કે, કારણ કે ભારત Google માટે સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક રહ્યું છે અને તે સામાન્ય રીતે તેની મોટાભાગની સર્ચ ફિચર્સ દેશમાં લાવે છે, શક્ય છે કે આપણને પણ આ સુવિધા મળી જાય.
આ પણ વાંચો: Viral: સ્ટંટના ચક્કરમાં યુવક જોરદાર પછડાયો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કિનારે આવીને ડૂબ્યો’
આ પણ વાંચો: Cumin Farming: ICAR એ વિકસાવી જીરુંની નવી જાત, ઓછા પિયત અને 105 દિવસમાં થશે તૈયાર