એલોન મસ્કના ટ્વીટ પર યુપી પોલીસે આપ્યો ફની જવાબ, લોકોએ પણ ખૂબ મજા લીધી

|

Nov 27, 2022 | 4:38 PM

કેટલાક એવા ટ્વિટ છે જેના પર લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. યુપી પોલીસ પણ આ મામલામાં ઓછી નથી. એલોન મસ્કના એક ટ્વીટ પર ફની રિપ્લાય આપીને તે પણ ચર્ચામાં આવી ગઈ છે, જેના પછી અન્ય ટ્વિટર યુઝર્સ પણ તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

એલોન મસ્કના ટ્વીટ પર યુપી પોલીસે આપ્યો ફની જવાબ, લોકોએ પણ ખૂબ મજા લીધી
Elon Musk
Image Credit source: Pixabay/Twitter

Follow us on

એલોન મસ્કને આજે કોણ નથી ઓળખતું. તે માત્ર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જ નથી, પરંતુ વિશાળ કંપની ટેસ્લાના માલિક પણ છે અને હવે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક પણ બની ગયા છે. ત્યારથી તેની ચર્ચા વધુ થવા લાગી છે અને તેની પાછળનું કારણ તેના દ્વારા કરવામાં આવેલ ટ્વિટ છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ અનેક ટ્વિટ કરી રહ્યા છે, જેમાં કેટલાક એવા ટ્વિટ છે જેના પર લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. યુપી પોલીસ પણ આ મામલામાં ઓછી નથી. એલોન મસ્કના એક ટ્વીટ પર ફની રિપ્લાય આપીને તે પણ ચર્ચામાં આવી ગઈ છે, જેના પછી અન્ય ટ્વિટર યુઝર્સ પણ તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

વાસ્તવમાં, એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટ કર્યું, ‘થોભો, જો હું ટ્વિટ કરું તો શું તે કામ ગણાશે?’. યુપી પોલીસે પણ તેમના આ ટ્વીટનો ફની રિપ્લાય આપતા લખ્યું કે, ‘થોભો, જો યુપી પોલીસ ટ્વીટ પર તમારી સમસ્યાઓનું નિરાકરણ કરે તો શું તે કામ ગણાય?’. હવે એલોન મસ્કના એ જ ટ્વીટનો સ્ક્રીનશોટ અને યુપી પોલીસના જવાબને ઉત્તર પ્રદેશ પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કેપ્શન ‘હા તે કરે છે!’ સાથે શેર કરવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુપી પોલીસના આ ફની ટ્વીટને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે 1500થી વધુ લોકોએ પોસ્ટને રીટ્વીટ કરી છે અને યુઝર્સે વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

એક યુઝરે યુપી પોલીસની પ્રશંસા કરતા કમેન્ટ્સ કરી છે કે, ‘ઉત્તર પ્રદેશ પોલીસની શ્રેષ્ઠ સેવા નીતિએ ખૂબ જ અસરકારક અને પ્રભાવી પરિણામ છોડતા જનમાનસમાં પોતાની ખૂબ જ ઊંડી તથા પ્રભાવશાળી છાપ છોડી છે. સર્વોતમ સેવા તથા સુરક્ષા, સેવા અને સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે ઉત્તર પ્રદેશ પોલીસ.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકોની મદદ કરી શકાય છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ કરી શકાય છે, આ ઉત્તર પ્રદેશ પોલીસની ટ્વિટર સેવાએ બતાવ્યું છે.’ અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘Twitter service always ready at your service’.

Next Article