Twitterની વેરિફિકેશન પ્રોસેસમાં ગડબડ? ફેક અને ટ્રોલ એકાઉન્ટ્સને કરી દીધા વેરિફાઈ

|

Jul 17, 2021 | 7:52 PM

પહેલા કંપની વેરિફિકેશનને લઈને ખૂબ જ સ્ટ્રીક્ટ હતી. તે ફક્ત ક્રેડિબલ એકાઉન્ટ્સને જ વેરિફાઈ કરતી હતી, પરંતુ હવે કંપની એવા એકાઉન્ટ્સને વેરિફાઈ કરી રહી છે જે પહેલા ટ્રોલ એકાઉન્ટ હતા અને બાદમાં તેના હેન્ડલ ચેન્જ થઈ ગયા.

Twitterની વેરિફિકેશન પ્રોસેસમાં ગડબડ? ફેક અને ટ્રોલ એકાઉન્ટ્સને કરી દીધા વેરિફાઈ
Trouble with Twitter's verification process?

Follow us on

ટ્વીટરે (Twitter) હાલમાં જ પોતાની નવી વેરિફિકેશન પોલીસીને (Verification Policy) જાહેર કરી હતી, જેને લઈને નવો વિવાદ સામે આવી રહ્યો છે. પોતાની નવી પોલીસી અંતર્ગત તેઓ ફેક એકાઉન્ટ, બોટ એકાઉન્ટ અને ટ્રોલ એકાઉન્ટને પણ વેરિફાઈ બેડ્જ આપી રહ્યા છે.

 

ટ્વીટરની પોલીસીમાં ઉલ્લેખ છે કે તેઓ ફેક, એકાઉન્ટ, બોટ કે ટ્રોલ એકાઉન્ટ્સને વેરિફાઈ નહીં કરે, પરંતુ હાલમાં જ કેટલાક ટ્રોલ્સ એકાઉન્ટને વેરિફાઈ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સને વેરિફાઈ કર્યા બાદ ટ્વીટરે પોતાની  ભૂલને માનીને કેટલાક હેન્ડલ્સને હટાવી દીધા. પહેલા કંપની વેરિફિકેશનને લઈને ખૂબ જ સ્ટ્રીક્ટ હતી. તે ફક્ત ક્રેડિબલ એકાઉન્ટ્સને જ વેરિફાઈ કરતી હતી, પરંતુ હવે કંપની એવા એકાઉન્ટ્સને વેરિફાઈ કરી રહી છે જે પહેલા ટ્રોલ એકાઉન્ટ હતા અને બાદમાં તેના હેન્ડલ ચેન્જ થઈ ગયા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

શું તે ભારતીય માઈક્રો બ્લોગિંગ KOOથી ડરી ગઈ છે?

 

છેલ્લા કેટલાક સમયથી ટ્વીટર અને ભારત સરકાર વચ્ચે કેટલાક વિવાદો ચાલી રહ્યા છે. ખેડૂત આંદોલન દરમિયાન ટ્વીટર પર થયેલા વિવાદોને કારણે કેટલાક એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાઓ દરમિયાન લોકો કૂ પર શિફ્ટ થવા લાગ્યા. Koo પર વધારે ફોલોવર્સ બનાવવા અને એકાઉન્ટને વેરિફાઈ કરવાની પ્રક્રિયા વધુ સરળ છે, જેના કારણે કૂના વપરાશકર્તા વધવા લાગ્યા છે.

 

માનવામાં આવે છે કે કૂની વધતા યૂઝર્સ જોઈને ટ્વીટર પણ હવે પોતાની પોલીસી હળવી કરી રહ્યુ છે. હાલમાં જ ટ્વીટરે માન્યુ હતુ કે ભૂલથી કેટલાક એકાઉન્ટ્સ વેરિફાઈ થઈ ગયા છે. બાદમાં તેમણે આ એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરી દીધા હતા, જેનાથી લાગે છે તે કંપનીના વેરિફિકેશન પ્રોસેસમાં કઈ ગડબડ થઈ છે.

 

આ પણ વાંચો – માનવતા મહેંકી : બનાસકાંઠાની માવસરી પોલીસે ઓરિસ્સાના માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

 

 

આ પણ વાંચો – Jio ના ગ્રાહકો માટે ખુશખબરી, હવે ભક્તો ઘરે બેઠા લઇ શકશે અમરનાથજીની આરતીનો લાભ

Next Article