Threads vs Twitter: થ્રેડ્સ એપ ટ્વિટર માટે ખતરો નથી, Instagram ના વડાએ જણાવ્યું આ કારણ

|

Jul 08, 2023 | 4:25 PM

જો ટ્વિટરની વાત કરવામાં આવે તો તે એક એવું પ્લેટફોર્મ જે દુનિયાભરમાં ફેમસ છે. 'અરબ ક્રાંતિ' હોય કે 'મી ટૂ' મૂવમેન્ટ હોય, ટ્વિટર પર આ પ્રકારના ઘણા અભિયાન ચાલ્યા છે જેની વ્યાપક અસર થઈ છે.

Threads vs Twitter: થ્રેડ્સ એપ ટ્વિટર માટે ખતરો નથી, Instagram ના વડાએ જણાવ્યું આ કારણ

Follow us on

ટ્વિટરમાં (Twitter) ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સે (Threads) ટેકનોલોજીની દુનિયામાં એન્ટ્રી કરી છે. ઈન્સ્ટાગ્રામની નવી એપને એલોન મસ્કના પ્લેટફોર્મ ટ્વિટર માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. મેટાએ જ્યારથી Threads ને રિલીઝ કર્યું છે ત્યારથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, થ્રેડ્સના આવવાથી ટ્વિટરનું શું થશે? તેનો જવાબ તો આવનારો સમય જ આપશે. ઈન્સ્ટાગ્રામના હેડે આ વાત સાથે સહમત નથી કે, ટ્વિટર માટે થ્રેડ્સ એક મોટો ખતરો છે.

બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ

હાલમાં તો એવું લાગી રહ્યુ નથી કે, થ્રેડ્સ સંપૂર્ણપણે Twitter ને રીપ્લેસ કરશે. ટ્વિટરની ખાસ વાત એ છે કે તે દુનિયામાં ચાલી રહેલા બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ છે. બીજી બાજુ, થ્રેડ્સ એ પ્રકારનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી બનવા માંગતું, જ્યાં માત્ર પોલિટિક્સ અને ન્યૂઝને પ્રાધાન્ય આપવામાં આવે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

META નું લક્ષ્ય ટ્વિટરને ખતમ કરવાનું નથી

ઈન્સ્ટાગ્રામ હેડ Adam Mosseri એ ‘ધ વર્જ’ના એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, META નું લક્ષ્ય ટ્વિટરને ખતમ કરવાનું નથી. તેમણે કહ્યું કે, અમે ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિટી માટે એક નવું પ્લેટફોર્મ લાવ્યા છીએ જેમને ટ્વિટર (અથવા અન્ય પ્લેટફોર્મ) પસંદ નથી. આ એ પ્રકારના લોકો છે જેઓ એવી જગ્યા પર એકબીજા સાથે જોડાવા માંગે છે જ્યાં વધારે ચર્ચા ન હોય.

 

 

Threads એપ કઈ રીતે અલગ છે

Adam Mosseri એ વધુમાં કહ્યું કે, રાજકારણ અને સમાચાર મહત્વના છે. આ સિવાય પણ બીજી ઘણી શાનદાર વસ્તુઓ છે, જેને પસંદ કરનારા યુઝર્સને એકસાથે લાવી શકાય છે. તેમાં સ્પોર્ટ્સ, સંગીત, ફેશન, મનોરંજન જેવી કોમ્યુનિટીનો સમાવેશ કરી શકાય છે. પોલિટિક્સ અને ન્યૂઝ સિવાય પણ એક વધારે સારૂ પ્લેટફોર્મ બનાવી શકાય છે.

આ પણ વાંચો : Threads એપ આ એક કારણથી Instagram, Facebook અને WhatsAppથી પાછળ રહી જશે!

જો ટ્વિટરની વાત કરવામાં આવે તો તે એક એવું પ્લેટફોર્મ જે દુનિયાભરમાં ફેમસ છે. ‘અરબ ક્રાંતિ’ હોય કે ‘મી ટૂ’ મૂવમેન્ટ હોય, ટ્વિટર પર આ પ્રકારના ઘણા અભિયાન ચાલ્યા છે જેની વ્યાપક અસર થઈ છે. એટલા માટે તે માત્ર કંઈપણ પોસ્ટ કરવાનું માધ્યમ નથી પરંતુ વિશ્વની ઘટનાઓ અને સાંસ્કૃતિક ફેરફારો પાછળનું કારણ બની ગયું છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article