Check Account Balance: વોટ્સએપની મદદથી આ રીતે ચેક કરી શકો છો તમારું બેન્ક બેલેન્સ

તમે વોટ્સએપનો ઉપયોગ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવા માટે કર્યો જ હશે. ત્યારે વોટ્સએપ સમયાંતરે તેના ફિચર્સમાં વધારો કરતું રહે છે જેથી કરીને યુઝર્સને વધુ સારો અનુભવ થાય.

Check Account Balance: વોટ્સએપની મદદથી આ રીતે ચેક કરી શકો છો તમારું બેન્ક બેલેન્સ
Symbolic Image
| Edited By: | Updated on: Feb 06, 2022 | 9:50 PM

WhatsApp Bank Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે આપણે બધા WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં WhatsAppનો ઉપયોગ થાય છે. 2 અબજથી વધુ લોકો મેસેજિંગ સેવાને ઍક્સેસ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. આ જ કારણથી વોટ્સએપ યુઝર્સ માટે સમયાંતરે અનેક ખાસ ફીચર્સ લાવતું રહે છે. WhatsApp હાલના સમયે ખુબ ઉપયોગી બન્યું છે. તમે વોટ્સએપનો ઉપયોગ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવા માટે કર્યો જ હશે. ત્યારે વોટ્સએપ સમયાંતરે તેના ફિચર્સમાં વધારો કરતું રહે છે જેથી કરીને યુઝર્સને વધુ સારો અનુભવ થાય.

WhatsAppએ આપણી જીવનશૈલી બદલવાનું કામ કર્યું છે. તેનાથી આપણા ઘણા કામ સરળ બન્યા છે. તાજેતરમાં જ WhatsAppએ તેના પ્લેટફોર્મ પર પેમેન્ટનું ફીચર લોન્ચ કર્યું છે. આની મદદથી યુઝર્સ UPI દ્વારા કોઈપણ વ્યક્તિના ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ અહેવાલમાં આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે WhatsApp દ્વારા તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. ચાલો જાણીએ.

વોટ્સએપ દ્વારા તમારું બેંક બેલેન્સ ચેક કરવા માટે સૌથી પહેલા મોબાઈલ ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ ખોલો. નેક્સટ સ્ટેપ માટે ટોચના મેનૂ પરનું બટન પસંદ કરો. હવે સ્ક્રીન પર તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે. અહીં તમારે પેમેન્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

હવે તમારે WhatsApp સાથે તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું રહેશે. વોટ્સએપ પર બેંક એકાઉન્ટ એડ કર્યા પછી તમારે પેમેન્ટ સેક્શનમાં જવું પડશે. અહીં સ્ક્રીન પર તમારી પાસે તમારી બેંક દેખાશે. તેના પર ક્લિક કરો. આ પછી, ડિસ્પ્લે પર ઘણા વિકલ્પો બતાવવામાં આવશે.

તેમાં તમારે વ્યૂ એકાઉન્ટ બેલેન્સ (View Account Balance)નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમને તમારા UPI પિન વિશે પૂછવામાં આવશે. UPI PIN દાખલ કર્યા પછી, તમે WhatsApp દ્વારા સરળતાથી તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો.

 

આ પણ વાંચો –

WhatsApp માં છુપાયેલું છે બેસ્ટ ક્વાલિટી ફોટો મોકલવાનું આ સીક્રેટ ફીચર, શું તમે જાણો છો ?

આ પણ વાંચો –

શું બિહારના યુવકે કરી લીધુ હતું ગૂગલ હેક અને મળી કરોડોની નોકરી? જાણો સત્ય શું છે

Published On - 9:14 pm, Sun, 6 February 22

Follow Us