Tech News: હવે નવું સિમ નહીં ખરીદી શકે આ કસ્ટમર્સ, જાણો સરકારના નવા નિયમ વિશે સંપૂર્ણ વિગત

|

Mar 07, 2022 | 6:59 AM

New Telecom Reforms: ટેલિકોમ વિભાગે આ માટે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારનું આ પગલું ગ્રાહકોના હિતમાં લેવામાં આવ્યું છે. તેનાથી કરોડો ગ્રાહકોને સીધો ફાયદો થશે. જાણો સંશોધિત નિયમમાં તમને શું લાભ મળશે.

Tech News: હવે નવું સિમ નહીં ખરીદી શકે આ કસ્ટમર્સ, જાણો સરકારના નવા નિયમ વિશે સંપૂર્ણ વિગત
SIM Card (File Photo)

Follow us on

મોબાઈલ ગ્રાહકો (Mobile Users)માટે મહત્વના સમાચાર આવ્યા છે સરકારે સિમ કાર્ડ (SIM Card)ને લઈને નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમ હેઠળ કેટલાક ગ્રાહકો માટે નવું મોબાઈલ કનેક્શન મેળવવું વધુ સરળ બની ગયું છે. પરંતુ કેટલાક ગ્રાહકો હવે નવું સિમ મેળવી શકશે નહીં. ગ્રાહકો હવે નવા મોબાઈલ કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશે અને એટલું જ નહીં હવે સિમ કાર્ડ તેમના ઘરે પહોંચી જશે. સરકારનું આ પગલું ગ્રાહકોના હિતમાં લેવામાં આવ્યું છે. તેનાથી કરોડો ગ્રાહકોને સીધો ફાયદો થશે. જાણો સંશોધિત નિયમમાં તમને શું લાભ મળશે.

18 વર્ષથી નીચેના ગ્રાહકોને સિમ નહીં મળે

સરકારી નિયમો અનુસાર, હવે કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને નવું સિમ વેચી શકશે નહીં. બીજી તરફ, 18 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકો તેમના નવા સિમ માટે આધાર અથવા DigiLocker માં સંગ્રહિત કોઈપણ દસ્તાવેજ સાથે પોતાને વેરિફાઈ કરી શકે છે. ટેલિકોમ વિભાગે આ માટે આદેશ જાહેર કર્યો છે. DoTનું આ પગલું કેબિનેટ દ્વારા 15 સપ્ટેમ્બર 2021ના રોજ મંજૂર કરાયેલા ટેલિકોમ સુધારાનો એક ભાગ છે.

1 રૂપિયામાં થશે KYC

જાહેર કરાયેલા નવા આદેશના નિયમો અનુસાર, યુઝર્સે નવા મોબાઈલ કનેક્શન માટે UIDAIની આધાર આધારિત ઈ-KYC સેવા દ્વારા પ્રમાણપત્ર માટે માત્ર 1 રૂપિયા ચૂકવવા પડશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ યુઝર્સને નવું સિમ નહીં મળે

ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર, હવે કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને સિમ કાર્ડ વેચી શકશે નહીં. આ સિવાય જો કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય તો આવા વ્યક્તિને પણ નવું સિમ કાર્ડ ઈશ્યુ કરી શકાતું નથી. આ નિયમોનું ઉલ્લંઘન કરીને, જો આવી વ્યક્તિને સિમ વેચવામાં આવે છે, તો તે ટેલિકોમ કંપની જેણે સિમ વેચ્યું છે તે દોષિત માનવામાં આવશે.

સરકારે કાયદામાં સુધારો કર્યો

સરકારે પ્રીપેડને પોસ્ટપેડમાં કન્વર્ટ કરવા માટે નવા વન ટાઈમ પાસવર્ડ (OTP) આધારિત પ્રક્રિયા માટે ઓર્ડર જાહેર કર્યો છે. નવા મોબાઈલ કનેક્શન ઈશ્યુ કરવા માટે આધાર-આધારિત ઈ-કેવાયસી પ્રક્રિયાને ફરીથી દાખલ કરવા માટે સરકારે જુલાઈ 2019માં ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885માં સુધારો કર્યો હતો.

ઘરે બેઠા સિમ કાર્ડ મેળવો

હવે નવા નિયમ હેઠળ, ગ્રાહકો UIDAI આધારિત વેરિફિકેશન દ્વારા તેમના ઘરે સિમ મેળવી શકશે. DoT એ પોતાના આદેશમાં કહ્યું છે કે મોબાઈલ કનેક્શન એપ/પોર્ટલ આધારિત પ્રક્રિયા દ્વારા ગ્રાહકોને આપવામાં આવશે, જેમાં ગ્રાહકો ઘરે બેઠા મોબાઈલ કનેક્શન માટે અરજી કરી શકશે.

ગ્રાહકોને સુવિધા મળશે

અગાઉ, ગ્રાહકોએ નવા મોબાઇલ કનેક્શન માટે કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અથવા મોબાઇલ કનેક્શનને પ્રીપેડમાંથી પોસ્ટપેડમાં કન્વર્ટ કરવું પડતું હતું. આ માટે ગ્રાહકોએ તેમની ઓળખ અને સરનામાની ચકાસણીના દસ્તાવેજો સાથે દુકાને જવું પડતું હતું.

ટેલિકોમ વિભાગે (Telecom Department)કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન ગ્રાહકોની સુવિધા અને બિઝનેસ કરવામાં સરળતા માટે કોન્ટેક્ટલેસ સેવાને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આ પણ વાંચો: Tips And Tricks: એન્ડ્રોઇડ ફોન પર લાઇવ કૅપ્શનનો ઉપયોગ કેવી રીતે કરવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ

Next Article