લો બોલો ગરમીથી છુટકારો મેળવવાનો આધુનિક જુગાડ, ઘર કે કારમાં નહીં શર્ટમાં લગાવો AC, ગરમીથી મળશે રાહત

આ પહેરી શકાય તેવું AC વર્ષ 2019માં લૉન્ચ કરાયેલા એસીનું અપગ્રેડ વર્ઝન છે. તેમાં ઘણા સુધારેલા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ તેને પહેરી શકાય તેવું વેયરેબલ થર્મો ડિવાઈસ (Wearable Thermo Device) ગણાવ્યું છે.

લો બોલો ગરમીથી છુટકારો મેળવવાનો આધુનિક જુગાડ, ઘર કે કારમાં નહીં શર્ટમાં લગાવો AC, ગરમીથી મળશે રાહત
Wearable AC
Image Credit source: Google
| Edited By: | Updated on: May 09, 2022 | 2:54 PM

સ્પ્લિટ (Split)અને વિન્ડો એસી (Window AC)સિવાય તમે પોર્ટેબલ એસીનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ, શું તમે વેયરેબલ એસી(Wearable AC)નું નામ સાંભળ્યું છે? જો નહીં, તો તમને જણાવી દઈએ કે આ માત્ર કાલ્પનિક નથી. એક કંપનીએ લાંબા સમય પહેલા તેનું Wearable AC લોન્ચ કર્યું છે. કંપનીએ ગયા વર્ષે Reon Pocket 2 લોન્ચ કર્યું હતું. આ પહેરી શકાય તેવું AC વર્ષ 2019માં લૉન્ચ કરવામાં આવેલ Reon Pocketનું અપગ્રેડ વર્ઝન છે. તેમાં ઘણા સુધારેલા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ તેને પહેરી શકાય તેવું વેયરેબલ થર્મો ડિવાઈસ ગણાવ્યું છે.

વેયરેબલ પોકેટ એસીના ફીચર્સ

રીઓન પોકેટ 2 હીટ અને કુલ બંને કરી શકે છે. તેને સિંક્ડ સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અન્ય પોર્ટેબલ એસી ઉપકરણો સાથે સરખામણી વિશે વાત કરતાં, કંપનીએ દાવો કર્યો છે કે તેની એન્ડોથર્મિક પરર્ફોમેન્સ બમણું છે.

Reon Pocket 2 વિશે, કંપનીએ કહ્યું છે કે તમે તેને શરીર સાથે જોડી શકો છો અને તમારી લાઈફસ્ટાઈલની જરૂરિયાતો અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો. કંપનીએ આમાં સ્ટેનલેસ સ્ટીલ કોન્ટેક્ટ પેડ આપ્યું છે જે તમારા શરીરમાંથી ગરમી ખેંચે છે. તેનો ઉપયોગ આઉટડોર પ્રવૃત્તિઓ દરમિયાન થઈ શકે છે.

કંપનીએ રીઓન પોકેટ 2 યુએસબી-સી દ્વારા ચાર્જ કરી શકાય છે. તે ગરમ અને ઠંડા બંને મોડ ધરાવે છે. જેના કારણે તમે આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો. સ્માર્ટફોન દ્વારા તેનું લેવલ 1 થી 4 વચ્ચે પસંદ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે એક જ ચાર્જ બાદ ઉપકરણ કૂલ મોડના લેવલ વન પર 20 કલાક કામ કરે છે, જ્યારે લેવલ 4 પર ત્રણ કલાક સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. તેને વોર્મ મોડ પર પણ સેટ કરી શકાય છે.

કંપનીએ આ માટે ઘણી ફેશન બ્રાન્ડ સાથે ભાગીદારી પણ કરી છે. આની મદદથી આ બ્રાન્ડ્સના શર્ટમાં સરળતાથી પહેરી શકાય તેવા એસી રાખી શકાય છે અને તેનો ખ્યાલ પણ નહીં આવે. કંપનીએ નિયમિત કાપડની સાથે તેનો ઉપયોગ કરવા માટે નેકસ્ટ્રેપ એસેસરી પણ ડિઝાઇન કરી છે.

રીઓન પોકેટ 2 ની કિંમત

Reon Pocket 2 હાલમાં માત્ર જાપાનમાં જ વેચાય છે. જાપાનમાં તેની કિંમત JPY 14,850 (લગભગ 9,000 રૂપિયા) રાખવામાં આવી છે. તેને ભારતીય બજારમાં ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.