સ્માર્ટફોન (Smartphone)ના આગમન સાથે આપણી જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ઉપયોગમાં ઘણો વધારો થયો છે. ફિલ્મ જોવાની હોય કે પછી કોઈના ખાતામાં પૈસા મોકલવાના હોય. આજે લગભગ તમામ કામ મોબાઈલ ફોન દ્વારા સરળતાથી થઈ જાય છે. બીજી તરફ બજારમાં દરરોજ મોબાઈલ ફોનના નવા વર્ઝન લોન્ચ કરવામાં આવે છે, જેમાં મોબાઈલ કંપનીઓ દ્વારા નવા ફીચર્સ (New Features) ઉમેરવામાં આવે છે. આજે અમે તમને મોબાઈલ ફોનના એવા છુપાયેલા ફીચર્સ (Hidden Features) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
સ્માર્ટફોનના આ હીડન ફીચર્સ ખૂબ જ ઉપયોગી છે. તેનાથી તમારું કામ ઘણું સરળ થઈ જશે. તેનો ઉપયોગ કરીને તમે તમારી ગોપનીયતા અને અન્ય ઘણી વસ્તુઓને સુરક્ષિત કરી શકો છો. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.
આજકાલ લગભગ તમામ સ્માર્ટફોનમાં ફોટા, વીડિયો અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ ફાઈલો છુપાવવાની સુવિધા હોય છે. જો કે આ ફીચર મોબાઈલમાં છુપાયેલું રહે છે. દરેક કંપનીના ફોન પ્રમાણે તેને એક્ટિવેટ કરવાની રીત અલગ-અલગ હોય છે. આ સુવિધાને સક્ષમ કરીને તમે ફોનમાં તમારા વીડિયો, ચિત્રો અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ છુપાવી શકો છો. તેનાથી તેની પ્રાઈવસી જળવાઈ રહેશે.
ગૂગલનું આ ફીચર આ દિવસોમાં તમામ એન્ડ્રોઈડ ફોનમાં આવી રહ્યું છે. આ છુપાયેલા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા મોબાઈલ ફોનમાં પાવર બટનને 0.5 સેકન્ડ માટે દબાવીને પકડી રાખવું પડશે. ત્યારપછી ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ થઈ જશે. હવે તમે તેને કોઈપણ સૂચના આપીને મોબાઈલ સંબંધિત કામ કરાવી શકો છો.
તમારામાંથી મોટાભાગના લોકો મોબાઈલ ફોનના આ છુપાયેલા ફીચર વિશે જાણતા હશે. આ ફીચરની મદદથી તમે પાવર અને વોલ્યુમ ડાઉન બટનને એકસાથે દબાવીને સ્ક્રીનશોટ લઈ શકો છો. આ સિવાય સ્ક્રીન પર થ્રી ફિંગર સ્લાઈડ દ્વારા પણ સ્ક્રીનશોટ લઈ શકાય છે.
આ પણ વાંચો: Fake Newsને લઈ ભારત સરકાર નારાજ, ટેક કંપની સાથે યોજાઈ બેઠક, સરકારે આપ્યો કડક સંદેશ
આ પણ વાંચો: BRATA Virus: એન્ડ્રોઈડ યુઝર્સ સાવધાન, તમારા મોબાઈલ બેન્કિંગ એપને હેક કરી શકે છે આ વાયરસ, જાણો બચવાની રીત
Published On - 10:47 am, Thu, 3 February 22