પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ દુનિયા દરેક ક્ષણે બદલાતી રહે છે. આદિમાનવોના સમયમાં કોઈએ વિચાર પણ ના કર્યો હશે કે માનવજાતિનો આટલો બધો વિકાસ થઈ શકશે. આ જમાનો ટેકનોલોજીનો છે. ટેકનોલોજીએ આપણા જીવને સરળ બનાવ્યુ છે અને દરરોજ નવી નવી ટેકનોલોજી બહાર આવી રહી છે. શરુઆતના સમયમાં જ્યારે ફોનની શોધ થઈ ત્યારે ફોન વાયર કનેક્શનથી જોડાયેલો હતા અને ધીરધીરે વાયરલેશ ફોન આવ્યા. ફોન ડિઝાઈન પણ સમયે સમયે બદલાતી રહી છે. આજે લગભગ દરેકના ઘરમાં સ્માર્ટફોન છે પણ ભવિષ્યમાં આપણા સ્માર્ટફોન કેવા હશે? તેની તમે ક્યારેક કલ્પના કરી છે? હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં સ્માર્ટફોનની ડિઝાઈન (Future Smartphone Design) આવી હશે.
આ વીડિયો પરથી મળતી માહિતી અનુસાર ભવિષ્યમાં સ્માર્ચફોન ટ્રાન્સપરન્ટ હશે. એટલે કે સ્માર્ટફોન કાચના ટૂકડા જેવુ હશે, જેની આરપાર જોઈ શકાય. આ કાચ જેવા ટ્રાન્સપરન્ટ સ્માર્ટફોન પર હાલમાં જેવા એપ આઈકન હોઈ છે, તે પણ દેખાશે. આ ફોનની ડિઝાઈન ખરેખર યૂનિક છે જેને તમે પહેલા ક્યારેય ના જોઈ હોય.
A transparent smart phone design pic.twitter.com/9iXstC7jXN
— Vala Afshar (@ValaAfshar) August 5, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી શેયર કરવામાં આવ્યો છે. જેને Vala Afshar નામના એક વ્યક્તિએ શેયર કર્યો છે. આ ભવિષ્યના સ્માર્ટફોનની માહિતી કોઈ આધિકારીક નિવેદન કે વૈજ્ઞાનિક-સંધોશકો તરફથી નહીં પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને આધારે જ મળી રહી છે. આ વીડિયોમાં ભવિષ્યમાં બની શકનારા સ્માર્ટફોનની ડિઝાઈનના કોન્સેપ્ટને લોકો સાથે શેર કરવામાં આવ્યુ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે તેને વાયરલ સાથે જોડાવાની પણ જરુર નથી. આ વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પોતાાના મિત્રા સાથે શેર પણ કરી રહ્યા છે. આ તો માત્ર કલપ્ના છે, ભવિષ્યમાં ટેકનોલોજીને કારણે માનવીનું જીવન વધારે સુવિધાઓથી ભરેલૂ હશે અને જીવનસ્તર એક અલગ જ મૂકામ પર હશે. જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.