
વર્લ્ડ ટેકનો જાયન્ટ એપલ (Apple) દ્વારા તાજેતરમાં એક મેગા ન્યુ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ઇવેન્ટમાં એપલ દ્વારા અનેક નવા નવા મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડ ન્યુ એપલ iPad Air 5 નો પણ સમાવેશ થાય છે. આ લેટેસ્ટ મોડેલ અન્ય iPad કરતાં કિંમતમાં સસ્તું હોવાનું ટેકનોસેવી લોકો જણાવી રહ્યા છે. એપલ માર્ચ 2022 લોન્ચ ઇવેન્ટમાં iPhone SE 2022 અને iPad Air 5 અને Mac સ્ટુડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત, Mac Mini M1 Pro Chip, 27 ઇંચ એક્સટર્નલ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ નવા મોડેલ્સમાં iOS 15.4 ઈનપુટ સિસ્ટમ સામેલ કરવામાં આવી છે. એપલનું આ Air 5 ખાસ કરીને ‘જનરેશન 5’નું મોડેલ છે. ભારતમાં Air 5 iPadની કિંમત રૂ. 54900 જેટલી જોવા મળી શકે છે. આ Air 5 iPadમાં 10.9 ઈંચનો રેટીના ડિસ્પ્લે છે. આ ઉપરાંત, ફિંગરપ્રીન્ટ ટચ લોક અને ટોપ બટન પણ સામેલ છે. નીચેની બાજુ USB સપોર્ટ પણ અવેલેબલ છે. આ લેટેસ્ટ મોડેલની ખાસિયત એ છે કે, તેમાં M1 ચીપસેટ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, Air 5 iPadમાં 12MP અલ્ટ્રા વાઈડ ફ્રન્ટ કેમેરા પણ છે. જેનાથી તમે વીડિયો કૉલમાં ડિરેકટલી ફોકસ કરી શકશો. Air 5 iPadમાં 5G કનેક્ટિવિટીનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ મોડેલ WiFi only અને WiFi + Cellular કનેક્ટિવિટીનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
જો આ લેટેસ્ટ મોડેલના કલર વેરીએશન્સની વાત કરીએ તો, તેમાં બ્રાન્ડ ન્યુ પર્પલ કલર લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પેસ ગ્રે, સ્ટારલાઇટ, પિન્ક અને બ્લ્યુ કલરમાં પણ આ લેટેસ્ટ મોડેલ અવેલેબલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં iPad Air 5 આગામી તા. 18/03/2022થી ઉપલબ્ધ બનશે. જેમાં WiFi + Cellular કનેક્ટિવિટી વેરીએન્ટની કિંમત રૂ. 68900 આસપાસ રહેશે. only WiFi કનેક્ટિવિટી વેરિયન્ટની કિંમત રૂ. 54900 આસપાસ જોવા મળશે.
જો આ લેટેસ્ટ મોડેલમાં સ્ટોરેજ કેપેસિટીની વાત કરી તો, iPad Air 5માં 64 GB અને 256 GB – આમ બે પ્રકારની સ્ટોરજ કેપેસિટી જોવા મળશે.
આ પણ વાંચો – એપલ ઈવેન્ટમાં લોન્ચ કરાયા આઈફોનના અનેક નવા મોડેલ, જાણો તમામ માહિતી
આ પણ વાંચો – WhatsApp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર્સ, બદલી જશે Disappearing Message ની રીત