અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની ટેસ્લાએ રવિવારે તેના હ્યુમનોઈડ રોબોટ ઓપ્ટીમસ(Humanoid Robot Optimus)નો અદભૂત વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હ્યુમનનોઈડ રોબોટ ઓપ્ટીમસને વિવિધ પ્રકારના યોગ કરતા જોઈ શકાય છે. વીડિયો શરૂઆતમાં રોબોટની માનવ જેવી ઝડપે સિક્વન્સ કરવાની ક્ષમતા દર્શાવે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ રોબોટના કામમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ઝડપથી આ ફેરફારને અપનાવવાનો પ્રયાસ કરે છે અને સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરે છે અને તે સફળ થાય છે. આ પછી રોબોટ યોગ કરે છે. આમાં તે એક પગ પર ઉભો રહે છે અને તેના અંગો ફેલાવે છે. આ તેની સંતુલન અને સુગમતા દર્શાવે છે.
વીડિયો અનુસાર, ઓપ્ટીમસ હવે તેના હાથ અને પગને સ્વં-કેલિબ્રેટ કરવામાં સક્ષમ છે. આ વીડિયો X પરના ઓફિશિયલ Tesla Optimus એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે, ટેસ્લા ઓપ્ટીમસ કેપ્શન આપે છે કે ‘ઓપ્ટીમસ હવે માલને સ્વાયત્ત રીતે સૉર્ટ કરી શકે છે. તેનું ન્યુરલ નેટવર્ક સંપૂર્ણપણે એન્ડ-ટુ-એન્ડ પ્રશિક્ષિત છે. વીડિયો ઇન, કંટ્રોલ આઉટ. ઓપ્ટિમસને વિકસિત કરવા (અને તેની યોગ દિનચર્યાને બહેતર બનાવવા) માટે અમારી સાથે આવો.
Optimus can now sort objects autonomously
Its neural network is trained fully end-to-end: video in, controls out.
Come join to help develop Optimus (& improve its yoga routine )
→ https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r
— Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023
વીડિયો બતાવે કે ટેસ્લાબોટ હવે ટેસ્લા કાર જેવા જ એન્ડ-ટુ-એન્ડ ન્યુરલ નેટવર્ક પર ચાલી રહ્યું છે, જે વીડિયો ઇનપુટ્સ પર પ્રક્રિયા કરી શકે છે અને નિયંત્રિત આઉટપુટ પ્રદાન કરી શકે છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ એક શબ્દ ‘પ્રોગ્રેસ’ સાથે વીડિયો પર પ્રતિક્રિયા આપી. ઈન્ટરનેટ યુઝર્સ રોબોટની નવી ક્ષમતાઓથી પ્રભાવિત થયા છે. એક યુઝરે લખ્યું, ‘ઓપ્ટીમસ ખૂબ જ સહજ છે. હું પ્રભાવિત છું.’ બીજાએ કહ્યું ‘હે ભગવાન!’ ટેસ્લા ટીમ તરફથી આશ્ચર્યજનક પ્રગતિ. બહુ સારું. હું ક્ષમતાઓમાં આગામી ક્ષમતા જોવા માટે રાહ જોઈ શકતો નથી.’
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો