TELEGRAMએ લોન્ચ કર્યું નવું ફીચર, હવે યુઝર્સ WHATSAPP ચેટને કરી શકશે ટ્રાન્સફર

|

Jan 29, 2021 | 12:01 PM

હાલ વોટ્સઅપમાં(WHATSAPP) નવા નવા ફીચરની સાથે-સાથે નવી પોલિસી પણ આવી છે. જેને લઈને યુઝર્સ બીજી મેસજિઁગ એપ તરફ વળી રહ્યા છે.

TELEGRAMએ લોન્ચ કર્યું નવું ફીચર, હવે યુઝર્સ WHATSAPP ચેટને કરી શકશે ટ્રાન્સફર
TELEGRAM

Follow us on

હાલ વોટ્સઅપમાં (WHATSAPP) નવા નવા ફીચરની સાથે-સાથે નવી પોલિસી પણ આવી છે. જેને લઈને યુઝર્સ બીજી મેસજિઁગ એપ તરફ વળી રહ્યા છે. આ વચ્ચે વોટ્સએપને ટક્કર આપવા માટે અને યુઝર્સને લલચાવવા માટે મેસેજિંગ એપ TELEGRAMએ ખાસ અને યુનિક ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી યુઝર્સે તેની વોટ્સએપ અથવા તો એપની ચેટને ટેલિગ્રામ પર ટ્રાન્સફર કરી શકે છે. આ ફીચર યુઝર્સ માટે ઘણા ઉપયોગી છે. આવો જાણીએ નવા ફીચર વિષે.

ટેલિગ્રામ એ તેના બ્લોગ દ્વારા નવા ફીચરની ઘોષણા કરી કરી અને તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી. કંપનીએ જાણકરી આપી છે કે, ‘ આ વર્ષે જાન્યુઆરીમાં વધુ ગુપ્તતા અને સ્વતંત્રતા સાથે યુઝર્સની સંખ્યા 100 મિલિયન કરતા વધુ થઈ ગયા છે. જેથી ટેલિગ્રામએ બેહદ ખાસ ફીચર લોન્ચ કર્યું છે.

વોટ્સએપ ચેટને ટેલિગ્રામ પર કરી શકશો ટ્રાન્સફર.
કંપનીએ માહિતી આપી છે કે આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને યુઝર્સે માટે ચેટ ટ્રાન્સફરની સુવિધા રજૂ કરવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ios યુઝર્સે:  આ માટે યુઝર્સે તેના વોટસએપ કોન્ટેકટર ઇન્ફો અને ઇન્ફો ગ્રુપમાં જવાનું રહેશે. જ્યાં એક્સપોર્ટ ચેટ પર ક્લિક કરી ટેલિગ્રામ પર જાવ.
એન્ડ્રોઇડ યુઝર્સે : વોટ્સઅપ ચેટમાં more અને ફરી એક્સપોર્ટ ચેટમાં જઈને ટેલીગ્રામ પર ક્લિક કરો. આ પ્રોસેસ બાદ તમારી વોટ્સએપ ચેટ તે દવે જ ટેલિગ્રામ પર ટ્રાન્સફર થઇ જશે.

ટેલિગ્રામ એ પણ દાવો કર્યો છે કે. ચેટ્સ ટ્રાન્સફર કર્યા બાદ મીડિયા અથવા ચેટ્સ વધુ સ્પેસ લેશે નહીં. જૂની એપ્લિકેશનો તમને તમારા ડિવાઇસ પર ડેટા સ્ટોર કરવાની મંજૂરી આપે છે. પરંતુ ટેલિગ્રામ તમારી જરૂરિયાત મુજબ તમારા બધા સંદેશા, ફોટા અને વિડીયોને ઍક્સેસ કરવા માટે કોઈ સ્પેસ લેતા નથી. આ સિવાય કંપનીની અન્ય ઘણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. જેમાં વોઈસ ચેટ પહેલા કરતાં ઘણી સારી છે. આ સાથે યુઝર્સ હવે શાનદાર અને ઝડપી ઓડિયો ક્વોલિટીનો આનંદ માણી શકશે.

આ પણ વાંચો: KAPIL SHARMA જલ્દી જ બીજી વાર બનશે પિતા, ખુદે આ વાતની આપી જાણકારી

Next Article