ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ

તમારો ફોન જો ચોરાઈ જાય છે તો તેને શોધવા માટે Find My Device (IMEI ફોન ટ્રેકર એપ) ડાઉનલોડ કરો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમે તેના દ્વારા ફોનને ટ્રેક કરી શકો છો. ફોનને ટ્રેક કરવા માટે તમારે IMEI નંબર, ફોન નંબર, ફોન સાથે જોડાયેલા એકાઉન્ટની વિગતો શેર કરવી પડશે.

ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ
Phone Theft
| Updated on: Nov 07, 2023 | 8:05 PM

આજકાલ લોકોના ઘણા બધા કામ ફોન દ્વારા થઈ રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ કરવું હોય કે ઓફિસનું કામ કરવું હોય કે પછી બીલ ભરવાના હોય. તેથી લોકો વધારે ફિચર્સ સાથેના મોંઘા ફોનની ખરીદી કરી રહ્યા છે. જો તમારી પાસે આવો મોંઘો ફોન હોય અને ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો? હવે તમારે આ બાબતે વધારે ટેન્શન લેવાની જરૂરિયાત નથી. આજે આપણે જાણીશું કે, ચોરાયેલા ફોનને કેવી રીતે પરત મેળવી શકાય છે.

ફોનનો IMEI નંબર નોંધીને રાખો

ઘણા લોકોને ખબર છે કે ફોનમાં IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર હોય છે. આ નંબર એક રીતે દરેક ફોનનું યુનિક આઈડી કાર્ડ છે, જેમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી તમારે આ નંબર હંમેશા તમારી પાસે નોંધીને રાખવો જોઈએ. IMEI નંબર ચેક કરવા માટે તમારે ફોનમાંથી *#06# ડાયલ કરો.

ત્યારબાદ તમને બે IMEI નંબર સ્ક્રીન પર દેખાશે. આ નંબરની મદદથી ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય છે. IMEI નંબર તમને ફોનના બોક્સમાં બાર કોડની ઉપર અને મોબાઈલના બેટરી સ્લોટની ઉપર પણ જોવા મળશે.

Find My Device

તમારો ફોન જો ચોરાઈ જાય છે તો તેને શોધવા માટે Find My Device (IMEI ફોન ટ્રેકર એપ) ડાઉનલોડ કરો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમે તેના દ્વારા ફોનને ટ્રેક કરી શકો છો. ફોનને ટ્રેક કરવા માટે તમારે IMEI નંબર, ફોન નંબર, ફોન સાથે જોડાયેલા એકાઉન્ટની વિગતો શેર કરવી પડશે. ત્યારબાદ તમે આ એપની મદદથી ફોનને ટ્રેક કરી શકો છો.

CEIR પોર્ટલ પર ફરિયાદ કરો

તમે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પર જઈને લોગીન કરી શકો છો. આ પોર્ટલ પર તમે ફોનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી શકો છો. તેમાં યુઝર્સના ફોનના મોડેલ નંબર, સિમ નંબર અને IMEI નંબર હોય છે. ચોરાયેલા મોબાઈલને ટ્રેસ કરવા માટે, સરકારી એજન્સીઓ મોબાઈલના મોડલ અને IMEI નંબરને મેચ કરે છે. તેનાથી તમારો ફોન મળવાની શક્યતામાં વધારો થાય છે.

આ પણ વાંચો : AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

ખોવાયેલ એન્ડ્રોઇડ ફોન કેવી રીતે શોધવો

આ માટે, સૌથી પહેલા આ વેબસાઇટ http://google.com/android/find પર ક્લિક કરો. ત્યારબાદ તમારા જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન કરો જે ખોવાયેલા ફોનમાં લોગ ઇન છે. જો ચોરાયેલા ફોનમાં ઈન્ટરનેટ અને લોકેશન ઓન હશે તો તે ફોનનું લોકેશન બતાવશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો