Tech News: 7 એપ્રિલે લોન્ચ થશે Tata Neu સુપર એપ, આ પ્લેટફોર્મને આપશે ટક્કર

|

Apr 05, 2022 | 9:47 AM

ટાટાએ હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ વખત સુપર એપની પબ્લિક એડવર્ટાઈઝમેન્ટ આપવાનું શરૂ કર્યું અને હવે તે બધા માટે આવી રહ્યું છે. ટાટા ન્યૂ સુપર એપ 7મી એપ્રિલે લોન્ચ થવાની તૈયારીમાં છે.

Tech News: 7 એપ્રિલે લોન્ચ થશે Tata Neu સુપર એપ, આ પ્લેટફોર્મને આપશે ટક્કર
Tata Neu super app will be launched on April 7 (Google Play Store)

Follow us on

ટાટા ગ્રુપે (Tata Group) તાજેતરમાં તેની સુપર એપ ટાટા ન્યૂ એપ (Tata Neu Super App) જાહેર કરી છે. આ એપ Amazon, Flipkart અને Paytm જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. અગાઉ સોમવારે, કંપનીએ ટાટા ન્યૂની સત્તાવાર જાહેરાત કરી હતી જે અત્યાર સુધી ફક્ત ટાટા કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હતી. ટાટાએ હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ વખત સુપર એપની પબ્લિક એડવર્ટાઈઝમેન્ટ આપવાનું શરૂ કર્યું અને હવે તે બધા માટે આવી રહ્યું છે. ટાટા ન્યૂ સુપર એપ 7મી એપ્રિલે લોન્ચ થવાની તૈયારીમાં છે. લેટેસ્ટ ટીઝરમાં, કંપનીએ જાહેરાત કરી કે આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હશે.

Neu એપ્લિકેશનનું કદ 54MB છે અને તે Android અને iOS બંને ડિવાઈસ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જો કે, યુઝર્સ 7 એપ્રિલથી તેનો ઉપયોગ કરી શકશે. Tata Neu સાથે, કંપની Amazon, Jiomart, Paytm જેવી અન્ય લોકપ્રિય સુપર એપ્સ સાથે સ્પર્ધા કરશે. જે પેમેન્ટ, શોપિંગ, ટ્રાવેલ બુકિંગ, કરિયાણા અને ઘણી બધી સર્વિસનો એક બંચ ઓફર કરે છે.

Tata Neu Super App કેવી રીતે કામ કરે છે

Tata Neu એ ટાટા ગ્રુપની સુપર એપ છે જે કંપનીની તમામ ડિજિટલ સેવાઓ અને એપ્સને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. ટાટા ગ્રુપની વિવિધ ડિજિટલ સેવાઓ જેવી કે એરએશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા દ્વારા ફ્લાઈટ બુકિંગ, તાજ ગ્રુપ પ્રોપર્ટી પર હોટેલ બુકિંગ, બિગબાસ્કેટમાંથી કરિયાણાનો ઓર્ડર, 1mgથી દવાઓ બુક કરવી અથવા ટાટા ન્યૂ એપ દ્વારા અન્ય સેવાઓ ઉપલબ્ધ થશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ ઉપરાંત, સુપર એપ વપરાશકર્તાઓને ટાટા પે UPI દ્વારા ઓફર કરાયેલ UPI પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને કોઈપણ સ્થાનિક સ્ટોર અથવા મોલમાં QR કોડ સિસ્ટમ દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપશે. ટાટા ન્યૂ યુઝર્સને તેમના વીજળીના બિલની ચૂકવણી, મોબાઈલ ફોન રિચાર્જ, ડીટીએચ અને ફિક્સ ઈન્ટરનેટ સેવાની પણ મંજૂરી આપશે. વધુમાં, ટાટાએ જણાવ્યું હતું કે વપરાશકર્તાઓને તેમના ખર્ચે ન્યૂ કોઈન આપવામાં આવશે, જે એપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવાતી સેવા પર રિડીમ કરી શકાય છે.

આ પણ વાંચો: Tech News: WhatsApp નો આ નિર્ણય તમને પરેશાન કરી શકે છે, સ્પામના કારણે આ ફીચર કરવા જઈ રહ્યું છે બંધ

આ પણ વાંચો: Funny: મિત્રોએ દુલ્હાને આપ્યું એવું ગિફ્ટ કે હસવા લાગી દુલ્હન, લોકોએ કહ્યું ‘આવું કોણ કરે છે ભાઈ’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 9:47 am, Tue, 5 April 22

Next Article