અજબ-ગજબ: જો ધરતી સપાટ થઈ જાય તો જીવનમાં આવી શકે આવા બદલાવ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો ?

|

Aug 01, 2021 | 1:48 PM

આ પૃથ્વી સપાટ થઈ જાય તો શું થશે ? તો પછી આપણું જીવન કેવું ચાલશે ? ત્યારે સૂર્ય (sun) અને ચંદ્ર (Moon) દેખાશે ? શું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું ?

અજબ-ગજબ: જો ધરતી સપાટ થઈ જાય તો જીવનમાં આવી શકે આવા બદલાવ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો ?
Earth

Follow us on

ધરતી (Earth) ગોળ છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જો આ પૃથ્વી સપાટ થઈ જાય તો શું થશે? તો પછી આપણું જીવન કેવું ચાલશે? ત્યારે સૂર્ય (sun) અને ચંદ્ર (Moon) દેખાશે? શું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું? ગુરુત્વાકર્ષણ બળનું શું થશે? સપાટ પૃથ્વી પર સમુદ્ર ક્યાં જશે? કેવી રીતે થશે વરસાદ? ત્યાં ચક્રવાતી તોફાન આવશે કે નહીં? જો પૃથ્વી સપાટ થઈ જાય, તો તમારા જીવનમાં 8 મોટા ફેરફારો થશે. જેના કારણે માત્ર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ મુશ્કેલીઓ સહન કરવી અત્યંત મુશ્કેલ હશે

પૃથ્વી પરથી ગુરુત્વાકર્ષણ થઈ જશે ખતમ, બધુ હવામાં ઉડવા લાગે
જ્યાં સુધી પૃથ્વી ગોળ છે ત્યાં સુધી તમામ પદાર્થો પર એક સમાન ગ્રેવીટી લાગી રહેશે. જો પૃથ્વીને એક બાજુથી સપાટ કરવામાં આવી હોત, તો ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થઈ જશે.

ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલે 1850 માં કહ્યું હતું કે ગુરુત્વાકર્ષણ (Gravitional Force) બળના સંચાલનનો નિયમ હવે સપાટ પૃથ્વી પર સમાપ્ત થશે. અથવા સપાટ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેના કેન્દ્રમાં જઈ અટકી જશે, એટલે કે, સપાટ પૃથ્વી પરની તમામ વસ્તુઓ કેન્દ્ર તરફ ઝડપથી જમા થવા માંડશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કોલંબિયા યુનિવર્સિટીમાં લેમોન્ટ-ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના જિયોફિઝિસ્ટ જેમ્સ ડેવિસે જણાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળનું ખતમ થઈ જવું કે પછી તેનું કેન્દ્રનું બદલવું પૃથ્વી પર પ્રલય લાવશે. લોકો હવામાં તરતા જોવા મળશે. પરંતુ આ સપાટ ધરતી પર કોઈ પણ જીવનું રહેવું શક્ય નથી.

વાયુ મંડળ ખતમ થઈ જવાની શક્યતા, તમે કેવી રીતે શ્વાસ લેશો ?

જ્યારે પૃથ્વી પર વધુ ગુરુત્વાકર્ષણ બળ રહેશે નહીં, ત્યારે તેની આસપાસના વાયુમંડળની સ્તરો પણ સમાપ્ત થઈ જશે તે પણ નક્કી છે. જેને આપણે એટમોસફિયર (Atmosphere) કહીએ છીએ. આ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર વિવિધ વાયુઓની પરત રહે છે. તે પૃથ્વીની આસપાસ રક્ષણાત્મક ધાબળા જેવું કામ કરે છે. જો કદાચ આ પરત હતી જાય છે તો સૂર્ય પ્રકાશ ધરતી પર ફેલાતો બંધ થઈ જાય છે. અને જે આકાશ અત્યારે વાદળી દેખાય છે તે કાળું દેખાવા માંડશે.

જીવ વૈજ્ઞાનિક લુઇસ વિલાજોને જણાવ્યું હતું કે આ પરત દૂર થતાં જ વાતાવરણનું દબાણ સમાપ્ત થઇ જશે. જેને કારણે પૃથ્વી પરના જીવ-જંતુ અને વૃક્ષો અંતરિક્ષના વેક્યૂમમાં ચાલ્યા જશે. અથવા તો આ વેક્યુમને કારણે પૃથ્વી પર હવાની કમી હશે અને પૃથ્વી પરના તમામ જીવોના મૃત દેહો પડ્યા હશે.

આ સ્થિતિને કારણે દરિયાનું પાણી પણ ઉકળવા માંડશે અને જાણીને નવાઈ લાગશે કે એક માત્ર જીવ કિમોસેન્થેટિક બેક્ટેરિયા જીવિત રહેશે જે ઊંડા સમુદ્રમાં રહે છે અને તેને ઑક્સીજનની જરૂર નથી પડતી.

આમ થવાથી વાદળો પણ દીવાલો જેવા થઈ જશે અને વરસાદ પણ સાઈડ માંથી વરસવા માંડશે તેવો વૈજ્ઞાનિકો અનુમાન લગાવી રહ્યા છે. ગ્રેવીટેશનલ ફોર્સ એક બાજુ કેન્દ્રિત થતાં જ તમામ નદીઓ અને સમુદ્ર એક કેન્દ્રમાં જઈને સ્થિર થઈ જશે. અને ઉત્તરી ધ્રુવ ત રફ જ જતી જણાશે.

જીપીએસ સિસ્ટમનું ખોરાવાઈ જવું, બધી જગ્યાએ દિવસ રાત એક સમાન દેખાવા, સમય ખોરવાય જવો જેવી અનેક મુશ્કેલીઓ અને અસંખ્ય બદલાવો થઈ શકે છે જ્યારે પૃથ્વી સપાટ થઈને ગુરુત્વાકર્ષણ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે.

 

નોંધ: આ લેખમાં આપેલા તથ્યો વિજ્ઞાનીકોના અભ્યાસ અને સંશોધનના આધારે  પોતાના અંગત અનુમાન છે. જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં  આવ્યો છે. 

 

આ પણ વાંચો: Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ

 

આ પણ વાંચો: Gujarat સરકારની નવી પહેલ, હવે આ રીતે મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ

 

Next Article