સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ કરતી વખતે અચાનક જાહેરાતો ખાસ કરીને વીડિયો આવીને તમારી બધી મજા બગાડી નાખે છે. સોશિયલ મીડિયાને પસંદ કરતા મોટાભાગના લોકો ફેસબુક અને ટ્વિટર (Twitter) પર વધુ સમય વિતાવે છે. યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને ફેસબુક અને ટ્વિટર નવા ફીચર્સ અપડેટ કરતા રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઉપલબ્ધ ઓટોપ્લે સુવિધા ઘણા લોકો માટે ખૂબ ફાયદાકારક છે, જ્યારે કેટલાક માટે તે મુશ્કેલીનું કારણ છે. ઓટોપ્લે ફીચર સાથે, ફેસબુક અને ટ્વિટર પર એક પછી એક વીડિયો આપોઆપ પ્લે થાય છે. આ ન માત્ર યુઝરનો સમય બગાડે છે. પરંતુ મોબાઈલ ડેટાનો પણ વધુ ઉપયોગ થાય છે.
જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ સુવિધાઓને અપડેટ કરે છે, ત્યારે તેઓ તેનો ઉપયોગ કરવા અને તેનાથી છુટકારો મેળવવા માટે સમાધાન પણ સૂચવે છે. જો તમે પણ ઑટોપ્લેમાં આવી જ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.
ફેસબુક અને ટ્વિટર પર ઓટોપ્લે વીડિયો ફીચરને બંધ કરવાની અલગ અલગ રીતો છે. ફેસબુકમાં આ ફીચરને બંધ કરવા માટે સૌથી પહેલા Facebook એપ ઓપન કરો. અહીં તમારે ઉપર જમણી બાજુએ હૈમગર્ગ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. હવે Settings and Privacy વિકલ્પ પર ક્લિક કરો. હવે સેટિંગ્સ પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો. હવે Preferences સેક્શનમાં જાઓ અને Media પર ક્લિક કરો. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે.
AutoPlay સેક્શનમાં, તમને ત્રણ વિકલ્પો on mobile data and Wi-Fi, On Wi-Fi Only અને Never AutoPlay મળશે, અહીં Never AutoPlay વિકલ્પ પર ક્લિક કરો. આ રીતે આ ફીચર બંધ થઈ જશે. તમે સેટિંગ્સમાં જઈને ટ્વિટર પર ઓટોપ્લે ફીચરને પણ બંધ કરી શકો છો.
આ પણ વાંચો: Technology: Instagram પર આવ્યું નવું ફિચર, હવે 30 મિનિટથી શરૂ થશે એપનું ડેઈલી ટાઈમ લિમિટ રિમાઇન્ડર