બિલ પણ બચાવવું છે અને રૂમ પણ ઠંડો રાખવો છે, તો AC ચલાવવા માટે અપનાવો આ ટ્રિક

|

Jun 09, 2024 | 4:12 PM

AC કુલર કરતાં થોડું મોંઘું આવે છે. પરંતુ તે ગરમીથી બચાવે છે. AC નો ઉપયોગ કરવાથી બિલ થોડું વધારે આવે છે. આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેના દ્વારા તમારું AC લાંબા સમય સુધી ઠંડક આપશે અને તમારા ઘરનું વીજળી બિલ પણ ઓછું આવશે.

બિલ પણ બચાવવું છે અને રૂમ પણ ઠંડો રાખવો છે, તો AC ચલાવવા માટે અપનાવો આ ટ્રિક
AC

Follow us on

ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. વધતા તાપમાન અને આકરા તાપના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગરમીથી બચવા મોટાભાગે લોકો ઘરમાં જ રહેતા હોય છે. પરંતુ ગરમી એટલી વધી ગઈ છે કે લોકો માટે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. ગરમીથી બચવા લોકો ઘરમાં AC અને કુલરનો ઉપયોગ કરી રહ્યા છે.

AC કુલર કરતાં થોડું મોંઘું આવે છે. પરંતુ તે ગરમીથી બચાવે છે. AC નો ઉપયોગ કરવાથી બિલ થોડું વધારે આવે છે. આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેના દ્વારા તમારું AC લાંબા સમય સુધી ઠંડક આપશે અને તમારા ઘરનું વીજળી બિલ પણ ઓછું આવશે.

AC ને 24 ડિગ્રી સેલ્સિયસ પર રાખો

હાલમાં ભારે ગરમી પડી રહી છે. લોકોના ઘરોમાં ACનો ઉપયોગ વધી ગયો છે. અને જેટલુ તાપમાન વધે છે તેટલું ACનું તાપમાન ઘટાડવું પડે છે. સામાન્ય રીતે જ્યારે શહેરોમાં તાપમાન 35 ℃ થી 40 ℃ સુધી હોય છે. તેથી તમારે ખૂબ ઓછા તાપમાને AC ચલાવવાની જરૂર નથી. તમને 20 ડિગ્રીથી 24 ડિગ્રી વચ્ચે સારી ઠંડક મળે છે. પરંતુ ઘણીવાર લોકો વધુ ઠંડક માટે ACનું તાપમાન 18 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે સેટ કરે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પરંતુ તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું યોગ્ય ગણાય છે. કારણ કે તે 24 ડિગ્રી તાપમાનમાં સારી માત્રામાં ઠંડક આપે છે. અને તેના કારણે AC નો પાવર વપરાશ પણ 10 ટકા ઓછો આવે છે. એટલે કે જો તમે 18 ડિગ્રી સેલ્સિયસ અથવા 20 ડિગ્રી સેલ્સિયસને બદલે 24 ડિગ્રી સેલ્સિયસ પર AC રાખશો તો તમને ઠંડક મળશે અને તમારું બિલ પણ ઓછું આવશે.

ACને વચ્ચે-વચ્ચે ચાલુ અને બંધ કરતા રહો

તમે કોઈપણ વિદ્યુત ઉપકરણનો જેટલો વધુ ઉપયોગ કરો છો તેટલું તમારા ઘરનું વીજળીનું બિલ પણ વધુ જ આવે છે. AC નું પણ એવું જ છે. જો તમે તેનો સતત કેટલાક કલાકો સુધી ઉપયોગ કરો છો તો વીજળીનો વપરાશ વધારે થશે. જેના કારણે તમારું વીજળી બિલ વધારે આવશે. તેથી જ ACનો ઉપયોગ કરતી વખતે તમારે તેને વચ્ચે-વચ્ચે ચાલુ અને બંધ કરતા રહેવું જોઈએ.

ટાઈમર પણ સેટ કરી શકો છો

ACને લાંબા સમય સુધી ચલાવ્યા બાદ તે રૂમને ઠંડો રાખે છે. તેથી AC બંધ હોય તો પણ થોડો સમય સુધી રૂમ આરામથી ઠંડો રહે છે. તેથી જો તમે ત્રણ-ચાર કલાક સતત AC ચલાવો છો. તો 10-15 મિનિટ માટે AC બંધ કરી દો તો પણ રૂમમાં ઠંડક તો રહેશે અને સાથે વીજ બિલ પણ ઓછું આવશે. જો તમે ઇચ્છો તો રાત્રે AC માટે ટાઇમર પણ સેટ કરી શકો છો. જેનાથી AC ઓટોમેટિક બંધ થઈ જઈ તમારે ઊંઘમાંથી ઉઠવાની પણ જરૂર નથી.

Published On - 4:09 pm, Sun, 9 June 24

Next Article