
હવે તમે ડેબિટ કાર્ડ વગર પણ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ની સેવાનો લાભ લઈ શકો છો. UPI પિન જનરેટ કરવા માટે કોઈ ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં, પિન ફક્ત આધાર કાર્ડથી જ જનરેટ થશે. હા, આધાર કાર્ડ તમને UPI પિન માટે મદદ કરશે. પહેલા UPI એક્ટિવેટ કરવા માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી હતું, પરંતુ હવે તમે આધાર દ્વારા તમારા ફોન પર UPI સર્વિસ શરૂ કરી શકો છો.
દેશમાં એવા ઘણા લોકો છે જેમની પાસે બેંક ખાતું છે પરંતુ ડેબિટ કાર્ડ નથી. આ લોકો UPI સેવાનો ઉપયોગ કરી શકતા ન હતા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની વેબસાઈટ અનુસાર, આધારનો OTP દાખલ કરીને UPI PIN સરળતાથી સેટ કરી શકાય છે. આ સાથે, જે લોકો પાસે ડેબિટ કાર્ડ નથી તેઓ પણ UPIનો ઉપયોગ કરી શકશે.
જો તમારી પાસે ડેબિટ કાર્ડ ન હોય તો ટેન્શન ન લો. અહીં અમે ડેબિટ કાર્ડ વગર upi પિન કેવી રીતે સેટ કરવો તે જણાવી રહ્યાં છીએ. આ તમારા માટે ખૂબ જ સરળ બનાવશે, અને તમે પળવારમાં ચૂકવણી કરી શકશો. UPI PIN જનરેટ કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો.
NPCI વેબસાઈટ અનુસાર, આધારની માહિતી કાઢવા અને તેને માન્ય કરવા માટે ગ્રાહકની સંમતિ જરૂરી છે. જ્યારે પણ તમે UPI પિન બનાવશો ત્યારે તમારે સંમતિ આપવી પડશે. ગ્રાહક ત્યારે જ આધાર સાથે UPI સેટ કરી શકશે જ્યારે તેના આધાર અને બેંકમાં સમાન મોબાઈલ નંબર રજીસ્ટર થશે. તમારી બેંક આધાર UPIને સપોર્ટ કરે છે કે નહીં તે તમે તમારી બેંક શાખા અથવા તેની વેબસાઇટ પરથી શોધી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો