Samsung Galaxy S27: નવા કેમેરા ડિઝાઇને વધારી ઉત્સુકતા, Pro અને Ultra મોડેલમાં જોવા મળશે મોટો બદલાવ

Samsung પોતાની આગામી ફ્લેગશિપ Galaxy S27 સિરીઝમાં મોટા ડિઝાઇન ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. લીક થયેલી માહિતી અનુસાર S27 Pro અને Ultra મોડેલમાં સંપૂર્ણ પહોળાઈમાં ફેલાયેલું નવું હોરિઝોન્ટલ કેમેરા બાર, બિલ્ટ-ઇન Qi2 મેગ્નેટ, M16 OLED ડિસ્પ્લે અને વિશાળ સિલિકોન-કાર્બન બેટરી મળશે. જાણો ફિચર્સ અને લોન્ચ વિગતો.

Samsung Galaxy S27: નવા કેમેરા ડિઝાઇને વધારી ઉત્સુકતા, Pro અને Ultra મોડેલમાં જોવા મળશે મોટો બદલાવ
| Updated on: Oct 21, 2026 | 8:53 PM

Samsung ની આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S27 ને લઈને મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. ટેક કંપની પોતાની નવી સિરીઝમાં કેટલાક પાયાના ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. હાલ સૌથી વધુ ચર્ચા Galaxy S27 Pro અને Galaxy S27 Ultra ની રિયર પેનલની ડિઝાઇનને લઈને થઈ રહી છે. તાજેતરમાં લીક થયેલી કેસ ઇમેજ દર્શાવે છે કે આ બંને પ્રીમિયમ ફોનમાં કેમેરા સેટઅપની ડિઝાઇન સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

S27 અને S27+ માં પરંપરાગત કેમેરા ડિઝાઇન યથાવત રહેવાની શક્યતા

લીક થયેલા ફોટોઝ અનુસાર Galaxy S27 અને S27+ ના રિયર પેનલ પર કેમેરા સેટઅપ હાલની ડિઝાઇન જેવું જ રહી શકે છે, જેમાં કેમેરા સેન્સર્સ માટે ઉપરની તરફ વર્ટિકલ (ઊભું) કટઆઉટ જોવા મળે છે.

બીજી તરફ, Galaxy S27 Pro અને S27 Ultra માં કેમેરા મોડ્યુલને ઘણું પહોળું બનાવવામાં આવી શકે છે. આ બંને ફોનમાં પાછળના ભાગે લગભગ આખી પહોળાઈમાં ફેલાયેલું આડું (Horizontal) કેમેરા બાર મળવાની ધારણા છે, જે Samsung ના હાલના અલ્ટ્રા મોડેલ્સ કરતાં સાવ અલગ લુક આપશે.

હોરિઝોન્ટલ કેમેરા બાર માત્ર લુક માટે નહીં, ટેકનોલોજી માટે પણ મહત્વનું

આ નવી કેમેરા બાર ડિઝાઇનનો ફાયદો માત્ર પ્રીમિયમ દેખાવ પૂરતો સીમિત નથી. અહેવાલો મુજબ, આ ડિઝાઇનને લીધે ફોનની અંદર બિલ્ટ-ઇન Qi2 મેગ્નેટ માટે પૂરતી જગ્યા મળશે. પરિણામે યૂઝર્સ કોઈપણ વધારાના સ્પેશિયલ કેસ વગર મેગ્નેટિક એક્સેસરીઝ અને વાયરલેસ બેટરી પેક સીધા ફોન સાથે જોડી શકશે.

આ ઉપરાંત ડિસ્પ્લે ટેકનોલોજીની વાત કરીએ તો, Pro અને Ultra મોડેલમાં સેમસંગની નવી M16 OLED પેનલ મળવાની શક્યતા છે, જ્યારે બેઝ મોડલ S27 અને S27+ માં M14 OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

મોટી સિલિકોન-કાર્બન બેટરી અને અદ્યતન હાર્ડવેર

Galaxy S27 Pro અને Ultra માં હાઇ-ડેન્સિટી ધરાવતી સિલિકોન-કાર્બન બેટરી મળવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર Pro મોડેલમાં આશરે 5,200mAh અને Ultra મોડેલમાં લગભગ 5,700mAh ની દમદાર બેટરી મળી શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ કંપનીના લોન્ચ ઇવેન્ટમાં જ થશે.

પર્ફોર્મન્સ માટે કંપની અત્યાધુનિક UFS 5.0 સ્ટોરેજ અને સુપરફાસ્ટ LPDDR6 રેમ જેવા નવા વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ મોંઘા અને અદ્યતન કમ્પોનન્ટ્સને કારણે Pro અને Ultra ની કિંમતમાં વધારો થવાની પણ શક્યતા છે.

લોન્ચિંગમાં થઈ શકે છે વિલંબ

સામાન્ય રીતે સેમસંગ વર્ષની શરૂઆતમાં જ પોતાની ફ્લેગશિપ સિરીઝ રજૂ કરતું હોય છે. Galaxy S27 અને S27+ નું ડેવલપમેન્ટ લગભગ પૂર્ણ થઈ ગયું હોવાનું મનાય છે, પરંતુ Pro અને Ultra મોડેલના અંતિમ હાર્ડવેર સ્પેસિફિકેશન્સ પર હજુ આખરી નિર્ણય બાકી છે. આ કારણોસર Samsung Galaxy S27 સિરીઝ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2027 માં લોન્ચ થઈ શકે છે.

પ્લાસ્ટિકમાંથી બનાવ્યા અસલી હીરા ! જર્મન વૈજ્ઞાનિકોએ લેસર ટેકનોલોજીથી કર્યો ચમત્કાર

Follow Us
Loading...
Unable to load recommendations.