સિએટલ-ટૈકોમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Seattle-Tacoma International Airport) પર અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ (Alaska Airlines Flight) માં એક યાત્રીના સેમસંગ ગેલેક્સી એ 21 માં આગ લાગી ગઇ હતી. એરપોર્ટના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, આ ફોન અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ 751 ના કાર્ગો સેક્શનના કાર્ગો હોલ્ડમાં હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે ફ્લાઇટ લેન્ડ થયા બાદ આ ફોનમાં આગ લાગી ગઇ હતી.
ફોનમાં આગ લાગતા તરત જ આગ બુજાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા. આગ બુજાવવા માટે અગ્નિશામક અને બેટરી નિયંત્રણ બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ધુમાડાને કારણે ચાલક દળે નિકાસી શરૂ કરવી પડી અને Inflatable સ્લાઇડને તૈનાત કરવી પડી. જોકે ઘટના દરમિયાન ફ્લાઇટમાં સવાર 128 યાત્રિઓમાંથી કોઇને ગંભીર ઇજા નથી પહોંચી. પરંતુ એરપોર્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યુ છે કે કેટલીક સામાન્ય ઇજાઓ અને દાઝવાની સુચના મળી છે.
Earlier this evening, POSFD responded to a report of a fire in the cargo hold of Alaska Airlines Flight 751. Upon arrival, the fire was contained and passengers and crew were evacuated from the aircraft. (1/2) pic.twitter.com/rY2cFgrmUH
— Seattle-Tacoma Intl. Airport (@flySEA) August 24, 2021
ડિવાઇસના માલિકએ અધિકારીઓને ફોનના મેક અને મૉડલની પુષ્ટી કરી આપી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો અને તેની ઓળખ કરવી સંભવ ન હતી. જોકે ફોનમાં આગ કેમ લાગી હતી તેની તપાસ હાલ ચાલી રહી છે.
પોર્ટ ઓફ સિએટલના પ્રવક્તા પેરી કૂપરે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ કે, ઘણી બધી તપાસ કર્યા બાદ હુ તમને જણાવી શકુ છુ કે ફોનને ઓળખવો મુશ્કેલ છે તે સંપૂર્ણ પણે બળી ગયો છે. જોકે પોલીસ અધિકારીઓ દ્વારા પુછપરછ દરમિયાન યાત્રીએ જણાવ્યુ છે કે તે ફોન સેમસંગ ગેલેક્સી એ 21 હતો. જોકે અમે ડિવાઇસ વિશેષજ્ઞોને બતાવીને આ વાતની પુષ્ટી નથી કરી શક્યા કારણ કે ફોન સંપૂર્ણ પણે બળી ચૂક્યો છે.
આ ઘટનાથી અન્ય કોઇ ફ્લાઇટની ઉડાનને અસર નથી થઇ તાત્કાલિક ધોરણે આ વિમાનને અન્ય ગેટ પર લઇ જવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઇએ કે આ પહેલી ઘટના નથી કે જ્યારે કોઇ ફ્લાઇટમાં ફોનમાં આગ લાગી હોય. સેમસંગના ગેલેક્સી નોટ 7 ને પણ મોટાભાગની એરલાઇન્સે બેન કરી દીધો છે. આ ફોનના કારણે ઘણી બધી વખત આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે.