Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ

|

Mar 06, 2022 | 1:05 PM

અન્ય સેટેલાઇટ ઈન્ટરનેટની સેવા પૂરી પાડનાર બિગબ્લુ (Bigblu)એ પણ પુષ્ટિ કરી છે કે યુરોપ, જર્મની, ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલી અને પોલેન્ડમાં તેના 40 હજાર વપરાશકર્તાઓમાંથી ત્રીજા ભાગનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે.

Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ
Symbolic Image

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સાયબર હુમલા (Cyber Attack)ના સમાચાર સામે આવ્યા છે. આ હુમલા બાદ યુરોપના અનેક શહેરોમાં હજારો યુઝર્સના ઈન્ટરનેટ બંધ થઈ ગયા છે. ઓરેન્જના જણાવ્યા અનુસાર, ગત મહિને 24 ફેબ્રુઆરીએ Viasat પર થયેલા મોટા સાયબર હુમલા બાદ, ફ્રાન્સમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા Nordnet ના લગભગ 9,000 વપરાશકર્તાઓનું ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આપને યાદ અપાવીએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ (Russia Ukraine War)શરૂ કર્યું હતું.

અન્ય સેટેલાઇટ ઈન્ટરનેટની સેવા પૂરી પાડનાર બિગબ્લુ (Bigblu)એ પણ પુષ્ટિ કરી છે કે યુરોપ, જર્મની, ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલી અને પોલેન્ડમાં તેના 40 હજાર વપરાશકર્તાઓમાંથી ત્રીજા ભાગનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. જણાવી દઈએ કે Eutelsat, bigbluની મૂળ કંપની છે. એવી આશંકા છે કે આ યુઝર્સ પણ Viasat પરના હુમલાથી પ્રભાવિત થયા છે. વાયસેટ જણાવ્યું હતું કે સાયબર એટેક પછી યુક્રેન અને યુરોપમાં અન્યત્ર આંશિક નેટવર્ક આઉટેજ છે.

વાયસેટ (Viasat)આ હુમલા અંગે વિગતવાર માહિતી આપી નથી. કંપનીનું કહેવું છે કે પોલીસ અને રાજ્યના ભાગીદારોને જાણ કરવામાં આવી છે અને તે આ મામલે તપાસ કરી રહી છે. ફ્રેન્ચ સ્પેસ કમાન્ડના વડા જનરલ મિશેલ ફ્રિડલિંગે કહ્યું કે સાયબર હુમલો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયસેટ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને યુરોપ અને યુક્રેનને આવરી લેતા સેટેલાઇટ નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો છે, જેના પછી હજારો સેટેલાઇટ ટર્મિનલ અસક્ષમ થઈ ગયા હતા. આ હુમલાએ જર્મની અને મધ્ય યુરોપમાં 11 ગીગાવોટની લગભગ 5,800 વિન્ડ ટર્બાઇન પણ બંધ કરી દીધી છે.

આપને જણાવી દઈએ કે યુક્રેનની સંસદ અને અન્ય સરકારી અને બેંકિંગ વેબસાઈટ્સ પર સાયબર હુમલા થયા છે. હુમલા બાદ હેકર્સે સરકારી સાઈટ અને બેંક કોમ્પ્યુટરમાં માલવેર પણ નાખ્યા છે. હુમલાની પુષ્ટિ માત્ર ESET રિસર્ચ લેબ્સ દ્વારા કરવામાં આવી હતી. લેબએ કહ્યું કે તેણે યુક્રેનિયન કમ્પ્યુટર પર ડેટા-વાઇપિંગ માલવેર (ડેટાને ડિલીટ કરનાર) શોધી કાઢ્યું. લેબનો દાવો છે કે આ હુમલામાં યુક્રેનના ઘણા મોટા સંગઠનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Modi in Pune: PM મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી

આ પણ વાંચો: Success Story: યુવાઓ માટે મિસાલ બન્યા આ પ્રગતિશીલ યુવા ખેડૂત, કૃષિમાં પણ સફળ કારકિર્દી બનાવી શકાય તે સાબિત કર્યું

Next Article