Alert! રિલાયન્સ જિયોએ લાખો ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી, E-KYC સ્કેમથી બચવા શેર કરી શેફ્ટી ટિપ્સ

|

Dec 29, 2021 | 1:25 PM

રિલાયન્સ જિયો તેમના લાખો યુઝર્સને ઈ-કેવાયસી સ્કેમ વિશે એલર્ટ કરી રહ્યું છે. Jio એ કેટલીક ટિપ્સ પણ શેર કરી છે જેને યુઝર્સે આવા સ્કેમ્સથી સુરક્ષિત રહેવા માટે ધ્યાનમાં રાખવી જોઈએ.

Alert! રિલાયન્સ જિયોએ લાખો ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી, E-KYC સ્કેમથી બચવા શેર કરી શેફ્ટી ટિપ્સ
Reliance Jio issues alert for millions of users (Symbolic Image)

Follow us on

રિલાયન્સ જિયો તેના લાખો યુઝર્સને ઈ-કેવાયસી સ્કેમ (E-KYC scam)વિશે એલર્ટ કરી રહ્યું છે. આ સામાન્ય રીતે ઓનલાઈન હેકર્સ (Online hackers)દ્વારા ઉપયોગમાં લેવાતી એક યુક્તિ છે જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય યુઝર્સની અંગત વિગતોની ચોરી કરવાનો અને તેમના દ્વારા તમારા બેંક ખાતાને નુકસાન પહોંચાડવાનો છે.

સ્કેમર્સ ગેરકાયદેસર માધ્યમો દ્વારા યુઝર્સની KYC વિગતો મેળવવા માગતા હોય છે. ગ્રાહકોને મોકલવામાં આવેલા લેટરમાં જિયોએ ઈ-કેવાયસી કૌભાંડોની વધતી જતી ઘટનાઓ સામે ચેતવણી આપી છે.

આવા કિસ્સાઓમાં, સ્કેમર્સ સામાન્ય રીતે યુઝર્સની KYC વિગતો/આધાર નંબર શેર કરવા અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા અનવેરીફાઈડ લિંક પર ક્લિક કરવાનું કહે છે. જેના દ્વારા હેકર્સ યુઝર્સના પર્સનલ ડેટા જેમ કે બેંક ડિટેલ્સ, નામ, એડ્રેસ, ફોન નંબરના એક્સેસ મેળવવાનો પ્રયાસ કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

E-KYC સ્કેમ્સથી કેવી રીતે સુરક્ષિત રહેવું ?

વધતા સ્કેમ્સને ધ્યાનમાં રાખીને, Jio એ કેટલીક ટિપ્સ પણ શેર કરી છે જેને યુઝર્સે આવા સ્કેમ્સથી સુરક્ષિત રહેવા માટે ધ્યાનમાં રાખવી જોઈએ.

રિલાયન્સ જિયો (Reliance Jio)નું કહેવું છે કે તે યુઝર્સને ક્યારેય કોઈ થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહેતું નથી. સત્તાવાર Jio એપ ઉર્ફે MyJio એપ મોબાઇલ રિચાર્જ સંબંધિત તમામ પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે.

કંપની એ વાત પર ભાર મૂકે છે કે તે ક્યારેય પણ યુઝર્સને KYC અપડેટ કરવા અથવા કોઈપણ વેરિફિકેશન માટે કોઈપણ એપ ડાઉનલોડ કરવાનું કહેતી નથી. જિયોએ લેટરમાં નોંધ્યું છે કે, ‘કૃપા કરીને આવા SMS/કોલ્સથી સાવચેત રહો કારણ કે તેનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરશો નહીં, કારણ કે છેતરપિંડી કરનારાઓને તમારા ફોનની તમામ વિગતો મળી જશે.

જિયો યુઝર્સને ઈ-કેવાયસી વેરિફિકેશનની વિનંતી કરતા કોલ અને મેસેજનો જવાબ આપવા સામે ચેતવણી આપે છે. જો તમને ક્યારેય આવો કોલ આવે તો તરત જ નંબર બ્લોક કરી દો.

યુઝર્સે તેમના OTP, આધાર અથવા બેંક ખાતાની વિગતો ક્યારેય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. કંપનીનું કહેવું છે કે Jioના પ્રતિનિધિઓ ક્યારેય આવી વિગતો પૂછતા નથી.

ઓપરેટર યુઝર્સને ચેતવણી આપે છે કે તેઓ એવા કોલર્સ પર વિશ્વાસ ન કરે જેઓ દાવો કરે છે કે તેમનું કનેક્શન ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે એક્ટિવ કનેક્શન સંબંધિત તમામ વિગતો MyJio એપ પરથી એક્સેસ કરી શકાય છે.

યુઝર્સએ કથિત Jio પ્રતિનિધિના મેસેજ દ્વારા શેર કરેલી અનવેરીફાઈડ લિંક પર ક્યારેય ક્લિક કરવું જોઈએ નહીં. Jio યુઝર્સને સલાહ આપે છે કે તેઓ આવા અનિચ્છનીય મેસેજનો જવાબ ન આપે.

ઓપરેટર યુઝર્સને ચેતવણી પણ આપે છે કે ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે એસએમએસમાં કોલ બેક નંબર ક્યારેય ન આપો. તેમાં કહેવામાં આવ્યું છે કે “સામાન્ય રીતે વિગતો શેર કરવા માટે કોલ બેક નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

જ્યારે ગ્રાહક આપેલ નંબર પર કૉલ કરે છે, ત્યારે તેને થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે જે છેતરપિંડી કરનારાઓને ગ્રાહકના ફોન અને ડિવાઈસ સાથે લિંક કરેલા બેંક એકાઉન્ટ્સમાં રિમોટ ઍક્સેસ મેળવવાની મંજૂરી આપે છે. અને તેનાથી તેઓ છેતરપિંડી કરે છે.

આ પણ વાંચો: Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ

આ પણ વાંચો: જાન્યુઆરીમાં ઉગાડી શકાતા પાકો અને વાવેતરમાં ખેડૂતોએ ધ્યાન રાખવાની બાબતો

Published On - 1:15 pm, Wed, 29 December 21

Next Article