PUBG Mobile India: PUBG મોબાઇલ સપ્ટેમ્બર 2020 થી ભારતમાં ચર્ચામાં છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે આ ગેમ પર પ્રતિબંધ મૂકાયો ત્યારે જૂજ દિવસોમાં પ્રતિબંધ દૂર થવાના અંદાજ લગાવાઈ રહ્યા હતા પરંતુ ભારત સરકાર મક્કમ રહી અને હજુ પ્રતિબંધ યથાવત રહ્યો છે.
ફરી ચર્ચાઓ છે કે PUBG Mobile India નવા રૂપમાં ભારતમાં પરત આવી શકે છે. આ ઉપર ઘણા ટીઝર્સ પણ આવ્યા હતા. નવેમ્બર 2020 માં દિવાળી દરમિયાન એક ટીઝર આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે PUBG mobile India નવા વર્ષમાં ભારતમાં પરત આવી શકે છે. તેણે કેટલીક ડમી લિંક પણ જારી કરી પરંતુ તેમાંથી કઈ બહાર આવ્યું નહિ.
નવા વર્ષ નિમિત્તે PUBG Mobile Indiaની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું જ્યારે ભારત સરકારે કહ્યું કે PUBGને ભારતમાં લૉન્ચ કરવાની મંજૂરી અપાઈ નથી. હાલ ભારતમાં PUBG Mobile Indiaના લૉન્ચ થવાની રાહ જોઇ રહ્યા લોકોના માટે સારા સમાચાર આવ્યા છે. ફરી એકવાર ફરી PUBG રમત ભારત પાછા ફરવાની અટકળોનું બજાર ફરી ગરમ થઈ ગયું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર PUBGના મેકર્સે જૉબ સર્ચ અને ઇનફૉર્મેશન સાઇટ LinkedIn પર Investment and Strategy Analyst નામની પોસ્ટના હાયરિંગ માટે જૉબ લિસ્ટિંગ કરી દીધી છે. એવી અટકળો છે કે કદાચ PUBG Mobile ગેમના ઇન્ડિયન વર્ઝનને જલ્દી જ લૉન્ચ કરી શકે છે.
PUBG Corporation India દ્વારા જારી કેરલી આ પોસ્ટ તેમની માલિકીની કંપની Krafton Incને ભારતમાં રોકાણના વિકલ્પોની શોધમાં મદદ કરશે. Kraftonએ જાહેરાત કરી હતી કે ભારતમાં PUBG Mobile India ગેમના માટે પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કંપની લગભગ 724 કરોડ રૂપિયા રોકાણની યોજના બનાવી રહી છે. આ રોકાણો સ્થાનિક વીડિયો ગેમ્સ, ઇ સ્પોર્ટ્સ, મનોરંજન અને IT ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવશે.