WhatsAppનું નવું સિક્યોરિટી ફીચર! હવે ફોટો-વીડિયોનો નહીં લઈ શકાય સ્ક્રીનશોટ, આ રીતે કરશે કામ

|

Oct 05, 2022 | 4:31 PM

હાલમાં આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ (Screenshot Blocking) ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલેલા વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

WhatsAppનું નવું સિક્યોરિટી ફીચર! હવે ફોટો-વીડિયોનો નહીં લઈ શકાય સ્ક્રીનશોટ, આ રીતે કરશે કામ
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સ માટે સ્ક્રીનશૉટ બ્લોકિંગ ફીચર લાવ્યું છે. આ ફીચર યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર ઘણા સમયથી ચર્ચામાં હતું. કંપની લાંબા સમયથી તેનું ટેસ્ટિંગ કરી રહી હતી અને હવે આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ (Screenshot Blocking) ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલેલા વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

WABetainfoના રિપોર્ટ અનુસાર ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, WhatsApp View One Photos and Videosનું નવું વર્ઝન રિલીઝ કરવા જઈ રહ્યું છે.

તેનો હેતુ વપરાશકર્તાને સ્ક્રીનશૉટ્સ લેવા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરતા અટકાવીને વપરાશકર્તાઓની ગોપનીયતામાં સુધારો કરવાનો છે. હાલમાં, આ સુવિધા ફક્ત કેટલાક બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ માટે યુઝર્સે Google Play Store પરથી WhatsAppનું લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.

Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો
રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?
Acidity Home Remedy : આ 6 ઘરગથ્થુ ઉપાયોથી ગેસની સમસ્યામાં મળશે રાહત, જાણી લો
Vastu Tips : શું કોઈને કાચની વસ્તુ કોઈને ગિફ્ટ આપવી જોઈએ ?

સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર કેવી રીતે કામ કરશે?

જો કોઈ યુઝર View One તરીકે ફોટો કે વીડિયો મોકલે છે તો સ્ક્રીનશોટ લેનાર યુઝરને એક એરર દેખાશે, જેમાં Can’t Take Screenshot Due to Security Policy લખેલું આવશે. આટલું જ નહીં, જો કોઈ યૂઝર થર્ડ પાર્ટી એપથી સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરશે તો તેને સ્ક્રીન બ્લેક દેખાશે.

ફોટા અને વીડિયો માટે ફીચર

જો કોઈ તમારા સંદેશનો સ્ક્રીનશોટ લે છે તો તે તમને ક્યારેય સૂચના મોકલશે નહીં. જો કે સ્ક્રીનશોટ સીધા ગોપનીયતા હેઠળ અવરોધિત કરવામાં આવશે. નવું ફીચર માત્ર ફોટો અને વીડિયો માટે છે. જેથી યુઝર્સ વાતચીતનો સ્ક્રીનશોટ લઈ શકે. આ સિવાય યુઝર્સ હંમેશની જેમ ફોટો અને વીડિયો ફોરવર્ડ, સેવ કે એક્સપોર્ટ કરી શકતા નથી.

Next Article