વોટ્સએપ (WhatsApp)હવે તેના યુઝર્સને કોઈપણ ઈમોજી સાથે રિએક્ટ કરવાની મંજૂરી આપશે. વાસ્તવમાં, વોટ્સએપે રિએક્શન ફીચરને અપડેટ કર્યું છે, જેથી યુઝર્સ રિએક્શન માટે કોઈપણ ઈમોજી(Emoji)નો ઉપયોગ કરી શકશે. અગાઉ, વપરાશકર્તાઓ ફક્ત 6 પસંદ કરેલ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી શકતા હતા. આ સંદર્ભમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટ કરી છે. આમાં તેણે લખ્યું છે કે અમે વોટ્સએપ પર પ્રતિક્રિયાઓ માટે ઇમોજીનો ઉપયોગ કરવાની ક્ષમતાને રોલ આઉટ કરી રહ્યા છીએ. આ જાહેરાત 17 જુલાઈના રોજ ઉજવવામાં આવતા વિશ્વ ઈમોજી દિવસના થોડા દિવસો પહેલા કરવામાં આવી છે.
ઈમોજી રિએક્શન ફીચર શરૂ થઈ ગયું છે. આ સર્વર-સાઇડ અપડેટ હોવાથી, તે આવતા અઠવાડિયામાં તમામ WhatsApp વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. વિશ્વ ઇમોજી દિવસ પહેલા, WhatsApp એ ઇમોજીપીડિયાના નિર્માતાઓ સાથે કેટલાક લેટેસ્ટ ઇમોજી એક્સપ્લેન માટે સહયોગ કર્યો, જેથી તમારે તેઓનો અર્થ શું છે તે પૂછવાની જરૂર નથી.
ઇમોજી વિકલ્પોની આ સીરીઝ સાથે, વોટ્સએપ તેના હરીફ ટેલિગ્રામ પર એક પ્રભૂત્વ મેળવશે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ વપરાશકર્તાઓને પ્રતિક્રિયા માટે 17 જેટલા વિવિધ ઇમોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. વપરાશકર્તાઓએ વધારાના ઇમોજી પ્રતિક્રિયાઓ માટે ચૂકવણી કરવી પડશે, કારણ કે તે ટેલિગ્રામ પ્રીમિયમ (ટેલિગ્રામના પેઈડ વર્ઝન) હેઠળ ઉપલબ્ધ છે.
ફેસ મેલ્ટિંગ એ વોટ્સએપ પર જોવા મળતા લેટેસ્ટ ઇમોજી છે. તે ઘણીવાર વ્યંગ પર આધારિત હોય છે. જ્યારે તમે ગરમીથી પરેશાન હોવ અથવા જ્યારે તમે શરમ અનુભવતા હોવ અથવા કોઈ કામને કારણે શરમ અનુભવતા હોવ ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય વોટ્સએપ તમને બ્લુ કેપ ઈમોજી પણ આપશે. જ્યારે કોઈ જૂઠું બોલતું હોય ત્યારે આ ઈમોજીનો વારંવાર ઉપયોગ થાય છે.
વોટ્સએપ યુઝર્સને મોટેથી રડતા અને પ્લીડિંગ કરતા ચહેરાની ઇમોજી પણ આપશે. મોટેથી ક્રાઇંગ ઇમોજી આ પ્રથમ નજરમાં નકારાત્મક લાગી શકે છે, પરંતુ આ મેલોડ્રામેટિક ઇમોજીનો ઉપયોગ ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયાઓ મેળવવા માટે થઈ શકે છે જેમ કે આનંદ અથવા ખુશી સાથે મોટેથી રડવું. ત્યારે વિનંતી કરવા માટે પ્લિડિંગ ફેસ ઇમોજીનો ઉપયોગ કરી શકાય છે.
બીટા ટેસ્ટર્સના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હાલના સમયમાં ઘણા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આમાં એન્ડ્રોઇડ ફોન્સ માટે ચેટ સિંક ફીચરનો સમાવેશ થાય છે, જે યુઝર્સને અન્ય હેન્ડસેટમાંથી લોગ ઇન કરવાની તેમજ અમુક કોન્ટેક્ટ્સથી તમારી ઓનલાઈન સ્ટેટસ છુપાવવાની ક્ષમતા અને બીજુ ઘણું બધુ સામેલ છે.