WhatsApp Features: ટૂંક સમયમાં સેટ કરી શકશો યૂનિક યુઝરનેમ, આવી રહ્યુ છે આ નવું ફીચર

|

May 27, 2023 | 9:02 AM

યુઝરનેમ ફીચરને યુઝર માટે સુરક્ષાના વધારાના સ્તર તરીકે પણ જોઈ શકાય છે. આનો અર્થ એ છે કે સંપર્ક ફક્ત ફોન નંબર દ્વારા જ નહીં પરંતુ યુઝરનેમ દ્વારા પણ ઓળખી શકાય છે. આ સુવિધાની રજૂઆત સાથે, અન્ય વપરાશકર્તાઓ સંપર્ક નંબર દાખલ કર્યા વિના ફક્ત તમારું યુઝરનેમ દાખલ કરીને એકબીજા સાથે કનેક્ટ થઈ શકાશે.

WhatsApp Features: ટૂંક સમયમાં સેટ કરી શકશો યૂનિક યુઝરનેમ, આવી રહ્યુ છે આ નવું ફીચર
WhatsApp unique username Features

Follow us on

યુઝર્સની સુવિધા માટે વોટ્સએપ (WhatsApp)એપમાં નવા નવા ફીચર્સ ઉમેરતું રહે છે, આપને જણાવી દઈએ કે હવે કંપની યુઝરનેમ ફીચર નામના નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની રજૂઆત સાથે, યુઝર્સ તેમના એકાઉન્ટ માટે એક યુનિક યુઝરનેમ સેટ કરી શકશે, આ ફીચર બિલકુલ એવું જ છે જે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોયુ હશે.

આ પણ વાંચો: Gujarati Video : એસ. જયશંકરે વિઝા પર પ્રતિબંધ મુદ્દે આપી પ્રતિક્રિયા, સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે

વોટ્સએપ ડેવલપમેન્ટ પર નજર રાખતી સાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર પર કામ હજુ પણ ચાલી રહ્યું છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ફીચરને એપના સેટિંગમાં જઇને એક્સેસ કરી શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

WABetaInfo અનુસાર, યુઝરનેમ ફીચરને યુઝર માટે સુરક્ષાના વધારાના સ્તર તરીકે પણ જોઈ શકાય છે. આનો અર્થ એ છે કે સંપર્ક ફક્ત ફોન નંબર દ્વારા જ નહીં પરંતુ યુઝરનેમ દ્વારા પણ ઓળખી શકાય છે. આ સુવિધાની રજૂઆત સાથે, અન્ય વપરાશકર્તાઓ સંપર્ક નંબર દાખલ કર્યા વિના ફક્ત તમારું યુઝરનેમ દાખલ કરીને એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે.

WhatsApp યુઝરનેમ ફીચરઃ એપમાં ફીચર ક્યાં દેખાશે?

રિપોર્ટ અનુસાર, આ ફીચર વોટ્સએપના સેટિંગમાં પ્રોફાઈલ સેક્શનમાં યુઝર્સને જોવા મળશે. આ ફીચરનું બીટા વર્ઝન કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે, હજુ સુધી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. બીટા વર્ઝનને રોલ આઉટ કર્યા પછી, કંપની બગ્સ વગેરેને ઠીક કરી પછી વપરાશકર્તાઓ માટે આ ફીચરનું સ્ટેબલ અપડેટ રિલીઝ કરશે.

એડિટ મેસેજ ફીચર આવી ગયું છે

યાદ અપાવી દઈએ કે તાજેતરમાં જ વોટ્સએપે યુઝર્સ માટે એડિટ મેસેજ ફીચર રોલઆઉટ કર્યું છે, આ ફીચર લાવીને યુઝર્સને ફાયદો થયો છે. ઘણીવાર એવું બનતું હતું કે મેસેજ મોકલ્યા પછી જો મેસેજમાં કોઈ ભૂલ થઈ જાય તો પહેલા મેસેજ ડિલીટ કરવો પડતો હતો અને મેસેજને ફરીથી ટાઈપ કરવો પડતો હતો. પરંતુ હવે યુઝર્સના સમય અને મહેનતને બચાવવા માટે એડિટ ફીચર લાવવામાં આવ્યું છે જેનાથી તમે મોકલેલા મેસેજને સરળતાથી એડિટ કરી શકશો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article