WhatsAppના કારણે ઓવરલોડ છે તમારો ફોન તો અજમાવો આ સુપરફાસ્ટ ટ્રીક, ફટાફટ ખાલી થશે સ્પેસ

|

Mar 12, 2023 | 3:26 PM

ઘણી વખત વોટ્સએપને કારણે ફોન એટલો ઓવરલોડ થઈ જાય છે કે દરેક કામ ધીમું થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે વોટ્સએપના બિનજરૂરી ફોટો, વીડિયો અને મીડિયા ફાઇલને સરળતાથી ડિલીટ કરી શકો છો.

WhatsAppના કારણે ઓવરલોડ છે તમારો ફોન તો અજમાવો આ સુપરફાસ્ટ ટ્રીક, ફટાફટ ખાલી થશે સ્પેસ
WhatsApp Storage Manage
Image Credit source: Tv9 Digital

Follow us on

Metaની લોકપ્રિય એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ એ દરેક સ્માર્ટફોન વપરાશકર્તાની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. માત્ર ચેટિંગ જ નહીં, વોટ્સએપનો ઉપયોગ કેટલાક યુઝર્સ માટે તેમના કામ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, ઘણા વોટ્સએપ ગ્રુપનો ભાગ હોવાને કારણે, ફોનમાં વિવિધ પ્રકારની ફાઇલો ડાઉનલોડ થાય છે. ઓટો ડાઉનલોડનો વિકલ્પ પણ બંધ કરી શકતા નથી કારણ કે કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાય. ઘણી વખત વોટ્સએપને કારણે ફોન એટલો ઓવરલોડ થઈ જાય છે કે દરેક કામ ધીમું થવા લાગે છે.

આ પણ વાંચો: શું સતીશ કૌશિકની હત્યા કરવામાં આવી ? મહિલાએ કર્યો મોટો દાવો, મારા પતિએ 15 કરોડ માટે સતીશ કૌશિકની કરી હત્યા

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે વોટ્સએપના બિનજરૂરી ફોટો, વીડિયો અને મીડિયા ફાઇલને સરળતાથી ડિલીટ કરી શકો છો.

Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ

ડિવાઈસ પર WhatsApp ફાઇલો કેટલો સ્ટોરેજ લઈ રહી છે?

  • WhatsApp ફાઇલો ડિલીટ કરતા પહેલા જાણી લો કે મીડિયા ડિવાઈસમાં એપ કેટલી સ્ટોરેજનો ઉપયોગ કરી રહ્યું છે. આ માટે સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરીને સેટિંગ્સ ઓપ્શનમાં જવું પડશે.
  • અહીં તમારે Storage & Data ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે મેનેજ સ્ટોરેજના વિકલ્પ પર ટેપ કરીને ફોન મેમરી વિશે માહિતી મેળવી શકો છો.

આ રીતે WhatsApp મીડિયાને ડિલીટ કરવું

  • WhatsApp મીડિયાને ડિલીટ કરવા માટે, Manage Storage પર Larger than 5MB ટેપ કરો.
  • મીડિયા ફાઇલો જેની અહીં જરૂર નથી તે એક પછી એક પસંદ કરી શકાય છે અને કાઢી શકાય છે.
  • મીડિયાને કાઢી નાખવા માટે, Newest, Oldest અને Largest કેટગરીની મદદ લઈ શકો છો.
  • આ સિવાય જો તમને કોઈ ફાઈલની જરૂર ન લાગે તો તમે બધી જ ફાઈલો એકસાથે ડિલીટ કરી શકો છો.
  • ફાઇલને કાઢી નાખ્યા પછી, આ ફાઇલોને ગેલેરીમાંથી પણ તપાસો અને કાઢી નાખો.

આ રીતે બચાવો ડિવાઈસની સ્ટોરેજ

  • તમે WhatsApp પર ટ્રિકની મદદથી પણ ડિવાઈસ સ્ટોરેજને સેવ કરી શકો છો. આ માટે યુઝર મીડિયા ઓટો ડાઉનલોડને નિયંત્રિત કરી શકે છે.
  • આ માટે તમારે સેટિંગ્સમાં સ્ટોરેજ એન્ડ ડેટાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં, મીડિયા ઓટો-ડાઉનલોડના વિકલ્પ પર, તમે મોબાઇલ ડેટા અથવા વાઇફાઇનો ઉપયોગ કરીને જરૂરી ફાઇલો ડાઉનલોડ કરવાનું પસંદ કરી શકો છો.
Next Article