
વોટ્સએપ (WhatsApp)દરરોજ નવા ફીચર્સ લાવતું રહે છે, જેથી યુઝરનું કામ સરળ બને અને તેઓ ચેટિંગ અનુભવને બહેતર બનાવી શકે. હવે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ સરળતાથી લોકોનું સ્ટેટસ જોઈ શકશે. એવું જણાવવામાં આવ્યું છે કે WhatsAppના આ ફીચરથી યુઝર્સ ચેટ લિસ્ટમાં જ સ્ટેટસ જોઈ શકશે. WABetaInfo એ આ માહિતી આપી છે, અને જણાવ્યું છે કે આ ફીચર અત્યારે એન્ડ્રોઇડ (Android)બીટા ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે.
WBએ કહ્યું છે કે પહેલા જેમ કોઈનું સ્ટેટસ જોવા માટે સ્ટેટસ સેક્શનમાં જતા હતા, હવે યુઝર્સ તેમની ચેટમાં જ તે કોન્ટેક્ટનું સ્ટેટસ જોઈ શકશે. WB એ તેની પોસ્ટ સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે આ ફીચર ઘણું બધું Instagram ની સ્ટોરી જેવું લાગે છે.
આમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ WhatsApp પર સ્ટેટસ મૂકે છે, ત્યારે તેની પ્રોફાઇલ પર એક અલગ રાઉન્ડ રિંગ બનાવવામાં આવશે, જેના પર ટેપ કરવાથી તમે તેનું સ્ટેટસ જોઈ શકશો. રિપોર્ટ અનુસાર, WhatsApp બીટાને એન્ડ્રોઇડ વર્ઝન 2.22.18.17 માટે રજૂ કરવામાં આવ્યું છે. આશા છે કે iOS યુઝર્સને પણ આ ફીચર બહુ જલ્દી મળશે.
Meta’s WhatsApp એ Windows માટે નવી Windows Native એપ્લિકેશન રજૂ કરી છે, જે વપરાશકર્તાઓને ફોનને PC સાથે કનેક્ટ કર્યા વિના સંદેશા મોકલવા, પ્રાપ્ત કરવા અને સિંક કરવાની મંજૂરી આપશે. વર્જના અહેવાલ મુજબ, WhatsAppએ તેની WhatsApp વિન્ડો એપ્લિકેશનને બીટામાંથી હટાવી દીધી છે અને તેને દરેક માટે ઉપલબ્ધ કરી છે, અને તેને Microsoft Store પરથી ડાઉનલોડ કરી શકાય છે.
અગાઉ, વિન્ડોઝના વપરાશકર્તાઓએ WhatsAppની વેબ-આધારિત ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અથવા તેમના વેબ બ્રાઉઝરથી મેસેજિંગ સેવાને ઍક્સેસ કરવી પડતી હતી.
નવી એપ વિન્ડોઝ માટે મૂળ એપ છે અને ફોન એપ પર નિર્ભર થયા વિના સ્ટેન્ડ અલોન એપ તરીકે કામ કરે છે. આ એપ અંગે WhatsAppએ કહ્યું છે કે તે સ્પીડ વધારશે, અને તેને યુઝરની ઓપરેટિંગ સિસ્ટમ માટે ડિઝાઇન અને ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે.