WhatsApp પર ટુંક સમયમાં આવશે એડમિન રિવ્યુ ફીચર, એડમિન્સને મળશે આ પાવર

આ ફીચર હેઠળ ગ્રુપ એડમિનને તેમના ગ્રુપને વધુ સારી રીતે મોડરેટ કરવામાં મદદ કરવામાં આવશે. આ નવું ફીચર એડમિનને વધુ જવાબદાર બનાવશે, અને એક નવો પાવર પણ આપશે. ચાલો આ નવા ફીચરની વિગતો જાણીએ.

WhatsApp પર ટુંક સમયમાં આવશે એડમિન રિવ્યુ ફીચર, એડમિન્સને મળશે આ પાવર
WhatsApp Latest Updates
| Edited By: | Updated on: May 07, 2023 | 1:21 PM

એવું ભાગ્યે જ કોઈ અઠવાડિયું પસાર થશે જ્યારે WhatsAppના નવા અપડેટ્સ કે ફીચર્સની વિગતો ઉપલબ્ધ ન હોય. પ્લેટફોર્મ પોતાને વધુ સારૂ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હવે મેટા-માલિકીનું WhatsApp Android માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવા ફીચરનું નામ ‘એડમિન રિવ્યુ’ છે. આ ફીચર હેઠળ ગ્રુપ એડમિનને તેમના ગ્રુપને વધુ સારી રીતે મોડરેટ કરવામાં મદદ કરવામાં આવશે. આ નવું ફીચર એડમિનને વધુ જવાબદાર બનાવશે, અને એક નવો પાવર પણ આપશે. ચાલો આ નવા ફીચરની વિગતો જાણીએ.

આ પણ વાંચો: હવે WhatsApp પર Unknown Callsને મ્યૂટ કરવા બનશે સરળ, મળશે iPhone જેવુ નવું ઈન્ટરફેસ

ગ્રુપ એડમિનને નવી જવાબદારી મળશે

WABetaInfo ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, જ્યારે એડમિન રિવ્યુ ફીચર ઈનેબલ હશે, ત્યારે ગ્રુપ મેમ્બર ગ્રુપ એડમિનને ચોક્કસ મેસેજની જાણ કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો ગ્રુપમાં એવો કોઈ મેસેજ આવે છે, જે તમને પસંદ નથી, તો તમે તે મેસેજની જાણ ગ્રુપ એડમિનને કરી શકશો. એકવાર જાણ કર્યા પછી, ગ્રુપ એડમિન તે સંદેશ પર કાર્યવાહી કરી શકશે.

હવે એક્શન તરીકે એડમિન મેસેજને ડિલીટ પણ કરી શકે છે અથવા મેસેજ મોકલનાર વ્યક્તિને ગ્રુપમાંથી હટાવી પણ શકે છે. આ ગ્રુપમાં વધુ સારું વાતાવરણ બનાવશે. હાલની સુવિધાઓ પણ એડમિનને ઘણો પાવર આપે છે, પરંતુ આ સુવિધા એક વધારાનું સ્તર ઉમેરવાનું કામ કરશે.

ક્યા મળશે આ વિકલ્પ?

રિપોર્ટ અનુસાર, નવો વિકલ્પ ગ્રુપ સેટિંગ્સ વિભાગમાં ઉપલબ્ધ હશે. વધુમાં, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિપોર્ટ કરાયેલા મેસેજ ફક્ત ગ્રુપ એડમિન અને એપના નવા સેક્શનમાં જ દેખાશે. આ વિભાગ ગ્રુપ માહિતીની બાજુમાં હશે. જો કે, તે સ્પષ્ટ નથી કે રિપોર્ટ કરેલા સંદેશાઓ હંમેશા વિભાગમાં રહેશે કે સમય પછી અદૃશ્ય થઈ જશે. હાલમાં આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. પ્રથમ ફીચર બીટા ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવશે. આ પછી, તે બધા માટે રોલઆઉટ કરવામાં આવશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…