
જો તમે વોટ્સએપ યુઝર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. WhatsApp તેના યુઝર્સને સારો અનુભવ આપવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. વોટ્સએપના લેટેસ્ટ ફીચરમાં યુઝર્સ હવે વોઈસ મેસેજની જેમ રીયલ ટાઈમ વીડિયો રેકોર્ડ અને શેર કરી શકશે. મેટા-માલિકીનું WhatsApp એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને વૉઈસ સંદેશાઓ જેવા વીડિયો સંદેશાઓ મોકલવાની મંજૂરી આપશે.
WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર નવા ફીચરમાં યૂઝર્સ WhatsApp પર તેમના કોન્ટેક્ટ્સ સાથે 60 સેકન્ડ સુધીના ટૂંકા વીડિયો રેકોર્ડ અને શેર કરી શકશે. નવું ફીચર વોટ્સએપ દ્વારા વીડિયો શેર કરવાના હાલના ફીચરથી અલગ હશે.
વોટ્સએપના બંને ફીચરમાં ઘણો તફાવત છે. આગામી વીડિયો મેસેજ ફીચરથી યુઝર્સ રીયલ-ટાઈમમાં વીડિયો રેકોર્ડ કરી શકશે અને તેને શેર કરી શકશે. રિપોર્ટ્સ અનુસાર આ ફીચરમાં વીડિયો મેસેજ મેળવનાર વ્યક્તિને પણ જાણ થઈ જશે કે વીડિયો હમણાં જ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સાથે, તે વધુ પર્સનલ અને ટાઈમની માહિતી પણ આપશે.
દરમિયાન, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેમના સ્ટેટસ અપડેટ્સને WhatsApp છોડ્યા વિના ફેસબુક સ્ટોરીઝ પર શેર કરવાની મંજૂરી આપશે. રિપોર્ટ અનુસાર, આનાથી ફેસબુક સ્ટોરી પર સ્ટેટસ અપડેટ શેર કરવાની રીતમાં સુધારો થશે. વોટ્સએપ યુઝર્સને સ્ટેટસ અપડેટ્સ પર કંટ્રોલ હશે, જેમાં તેઓ નક્કી કરી શકશે કે કયા સ્ટેટસ અપડેટ્સ શેર કરવા.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…