મોટાભાગના લોકો હવે ઑફલાઇનને બદલે ઇ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી (Online Order) કરવાનું પસંદ કરે છે, તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે ઓફરો ચાલી રહી છે અને સેલમાં ગ્રાહકોને મજબૂત ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વધુને વધુ લોકો ખરીદી પણ કરી રહ્યા છે. અત્યાર સુધી આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગ્રાહકે કંઈક ઓર્ડર કર્યો હોય અને ઓર્ડર (Online Shopping) મળ્યા બાદ સાબુ કે બીજી કોઈ વસ્તુ નીકળે હોય.
હાલમાં જ બનેલા એક કિસ્સામાં IIM અમદાવાદના એક વિદ્યાર્થીનો છે, જેણે ફ્લિપકાર્ટ પરથી 50,000 રૂપિયાનું લેપટોપ (Laptop) મંગાવ્યું હતું, પરંતુ કંપનીએ તેને ઘડીનો સાબુ મોકલ્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, વિદ્યાર્થીનું નામ યશસ્વી શર્મા છે અને તેણે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બિગ બિલિયન ડેઝ સેલમાંથી તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – મેં મારા પિતા માટે લેપટોપ ઓર્ડર કર્યો હતો, પરંતુ ફ્લિપકાર્ટે ઘડીનો સાબુ મોકલ્યો. જ્યારે મેં કસ્ટમર કેરને ફરિયાદ કરી તો તેમની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.
બીજો એક કિસ્સો છે જેમાં એક શખ્સે ઓનલાઈન ડ્રોન કેમેરો ઓર્ડર કર્યો હતો પણ ઘરે જેવો આ ઓર્ડરનો બોક્સ આવે છે, તેમાંથી જે નીકળે છે તેને જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. તેમાં ડ્રોન કેમેરાના બદલે બટાકા હતા. તે શખ્સ તે બોક્સ તે ડિલીવરી બોય પાસે જ ખોલાવે છે. તેમાંથી 10 જેટલા બટાકા નીકળે છે. ત્યાં હાજર લોકો પણ આ જોઈને દંગ રહી જાય છે. આ ઘટના બિહારના નાલંદાની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ સ્થિતિમાં જો તમારી સાથે આવું કંઈ થાય તો તમે શું કરશો? ચિંતા ન કરો તેનો ઉપાય અમે તમને જણાવીશું.