મોબાઈલ આજે ખુબ ઉપયોગી અને જીવન જરૂરીયાત વસ્તુ બની ગયો છે તેમાં પણ સ્માર્ટફોન (Smartphone)થી આપણા ઘણા કામ સરળ થઈ ગયા છે. જેમાં બધી વસ્તુ આજે આંગળીના ટેરવે મળી જાય છે. પરંતુ ઘણી વખત ખરાબ નેટવર્ક(Network Problem)ના કારણે સમસ્યા સર્જાય છે. તમે પણ ક્યારેક તો આ સમસ્યાનો સામનો કર્યો જ હશે. નેટવર્ક પ્રોબ્લેમના કારણે ઘણીવાર કોલ ડ્રોપ જેવી સમસ્યા પણ આવે છે. પરંતુ આ સમસ્યાને દુર કરી શકાય છે. તેના માટે તમારે વાઈફાઈ કોલિંગ (Wi-Fi Calling) ફીચર ઓન કરવું પડશે.
Wi-Fi કૉલિંગ એ નવો કોન્સેપ્ટ નથી. ઘણા ટેલિકોમ ઓપરેટરો પણ ભારતમાં આ સુવિધા પ્રોવાઈડ કરે છે. આ ટેક્નોલોજીથી તમે ઓછા નેટવર્ક કવરેજમાં પણ કોલ ડ્રોપ વગર વાત કરી શકો છો. હવે મોટાભાગના સ્માર્ટફોન Wi-Fi કૉલિંગને પણ સપોર્ટ કરે છે. આ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ સારો છે જેમની પાસે મોબાઇલ નેટવર્ક ઓછું છે પરંતુ, તેમના ઘર અથવા ઓફિસમાં Wi-Fi કનેક્શન છે. જેમ કે Wi-Fi કૉલિંગ નામ પરથી જ જાણી શકાય છે કે વપરાશકર્તાઓને Wi-Fi નેટવર્ક દ્વારા કૉલ કરવાની મંજૂરી આપે છે.
VoWi-Fi (Voice Over Wi-Fi) તમને Wi-Fi નેટવર્ક પર વૉઇસ અથવા વિડિઓ કૉલ્સ કરવાની મંજૂરી આપે છે. આ સાથે, ટેલિકોમ ઓપરેટર્સ વપરાશકર્તાઓને નેટવર્કની જગ્યાએ ઇન્ટરનેટ પર કૉલ કરવાની મંજૂરી આપે છે. આના કારણે, જો તમારી પાસે નેટવર્ક કવરેજ ઓછું હોય, તો પણ તમને ક્રિસ્ટલ ક્લિયર કૉલિંગ અનુભવ મળશે.
આપને જણાવી દઈએ કે બધા સ્માર્ટફોનમાં Wi-Fi કૉલિંગ માટે સપોર્ટ નથી. આ કારણે તમારે પહેલા ચેક કરવું પડશે કે તમારા ફોનમાં આ સુવિધા આપવામાં આવી છે કે નહીં. તમે ફોનના સેટિંગમાં જઈને તેને ઓન કરી શકો છો. આ માટે તમે ફોનના સેટિંગમાં જઈને Wi-Fi કૉલિંગ સર્ચ કરી શકો છો. જો કે, જો તમારું Wi-Fi કનેક્શન ધીમું છે તો તમને કૉલ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સુવિધા Android અને iPhone બંને માટે ઉપલબ્ધ છે.