SMS બોમ્બિંગ શું છે? તમને પરેશાન કરવાની સાથે ફોનને પણ કરી દે છે હેંગ, જાણો તેનાથી બચવાની રીત

સામાન્ય રીતે SMS બોમ્બિંગ કોઈના ફોન (Mobile Hang)ને હેંગ કરી તેમને હેરાન કરવા માટે કરવામાં આવે છે. આવું ઘણા લોકો સાથે થઈ ચૂક્યું છે. જ્યારે તેમને ફ્લિપકાર્ટ, અપોલો, સ્નેપડીલ જેવી કંપનીઓ તરફથી હજારો ઓટીપી આવે છે. આ મોટાભાગે સ્પેમ મેસેજ હોય છે.

SMS બોમ્બિંગ શું છે? તમને પરેશાન કરવાની સાથે ફોનને પણ કરી દે છે હેંગ, જાણો તેનાથી બચવાની રીત
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jul 27, 2022 | 9:08 AM

SMS બોમ્બિંગ (SMS Bombing) એક એવો હુમલો છે, જેમાં યુઝર્સને હેરાન કરવા અથવા ડિવાઈસને હેંગ કરવા માટે એક જ સમય પર ઘણા બધા મેસેજ એટલે કે SMS મોકલવામાં આવે છે. એક શખ્સના ફોનમાં હાલમાં જ જોમેટો, જેપ્ટો અને લિશિયસ જેવા ફૂડ ડિલીવરી પ્લેટફોર્મથી હજારો ઓટીપી મેસેજ થોડા કલાકની અંદર જ આવ્યા, જેનાથી તે SMS બોમ્બિંગનો શિકાર થઈ ગયો હતો. જણાવી દઈએ કે સામાન્ય રીતે SMS બોમ્બિંગ કોઈના ફોન (Mobile Hang)ને હેંગ કરી તેમને હેરાન કરવા માટે કરવામાં આવે છે. આવું ઘણા લોકો સાથે થઈ ચૂક્યું છે. જ્યારે તેમને ફ્લિપકાર્ટ, અપોલો, સ્નેપડીલ જેવી કંપનીઓ તરફથી હજારો ઓટીપી આવે છે. આ મોટાભાગે સ્પેમ મેસેજ હોય છે.

આ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ ફ્રીવેયર અને તેમની એપીકે ફાઈલોનો ઉપયોગ કરીને ચલાવવા માટે ઉપલબ્ધ છે. કેટલીક લોકપ્રિય SMS બોમ્બિંગ એપ્લિકેશન્સ છે. સાયબર સ્પેશિયાલિસ્ટ સૌરભ મજમુદારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે મોટા ભાગના કિસ્સાઓમાં આ વેબસાઈટ અન્ય કંપનીઓના સંવેદનશીલ API પોઈન્ટનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ ખરેખર OTP મોકલવા માટે થાય છે.

SMS બોમ્બર ટૂલ્સ વાપરવા માટે ખૂબ જ સરળ હોય છે. યુઝરે માત્ર નંબર અને મેસેજનો નંબર એન્ટર કરવાનો હોય છે, જે તમે મોકલવા માંગો છો, સબમિટ બટન દબાવ્યા પછી બધા મેસેજ એકસાથે મોકલવામાં આવે છે. એસએમએસ બોમ્બર્સનો ઉપયોગ એક પ્રકારની પજવણી સમાન છે. આવી એપ્સ/વેબસાઈટ્સ પાસે યોગ્ય ગોપનીયતા નીતિ અથવા સેવાની શરતો હોતી નથી. તેમ છતાં તેઓ પોતાને મનોરંજનનું સાધન કહે છે, પરંતુ તેઓ નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવે છે. કારણ કે, સામેની વ્યક્તિ વારંવાર આવતા મેસેજને કારણે પરેશાન થઈ શકે છે.

લોકોને કરવામાં આવે છે પરેશાન

SMS બોમ્બરનો ઉપયોગ લોકોને હેરાન કરવા માટે સરળતાથી કરી શકાય છે. જો કે, સેવાની શરતો જણાવે છે કે તેનો ઉપયોગ ફક્ત મિત્રો અને પરિવારની સંમતિથી જ થઈ શકે છે, પરંતુ તેનું નિરીક્ષણ કરવાની કોઈ રીત નથી.

તમે આનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો

વપરાશકર્તાઓ એન્ટી-એસએમએસ બોમ્બર્સનો ઉપયોગ કરીને આનાથી પોતાને સુરક્ષિત કરી શકે છે, જે એવા ઉપકરણો છે જે સેંડર તરફથી આવતા સંદેશાને બ્લોક કરે છે. જો OTP અથવા એક જ એસએમએસ ત્રણથી વધુ વખત મોકલવામાં આવે છે, તો આવા સંદેશા વારંવાર આવશે નહીં.

Published On - 5:11 pm, Tue, 26 July 22