Tech News: 5G ટેક્નોલોજી પર નાણામંત્રી નિર્મલા સીતારમણે આ શું કહ્યું, તમે સાંભળ્યું ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટન સ્થિત જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (SAIS)માં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે ભારતની 5G ની કહાની હજી જનતા સુધી પહોંચી નથી, જાણો આગળ તેમને શું કહ્યું.

Tech News: 5G ટેક્નોલોજી પર નાણામંત્રી નિર્મલા સીતારમણે આ શું કહ્યું, તમે સાંભળ્યું ?
Nirmala Sitharaman 5G
| Edited By: | Updated on: Oct 14, 2022 | 3:01 PM

ઓક્ટોબરની શરૂઆતથી દેશના કેટલાક શહેરોમાં 5G સેવાઓ શરૂ થઈ ગઈ છે અને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 5G ટેક્નોલોજી વિશે મોટી વાત કહી છે. જણાવી દઈએ કે નિર્મલા સીતારમણનું કહેવું છે કે ભારતમાં 5G ટેક્નોલોજી (5G Technology) સ્વદેશી છે, નાણામંત્રી કહે છે કે તે ક્યાંયથી આયાત કરવામાં આવી નથી અને તે આપણા દેશની પ્રોડક્ટ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટન સ્થિત જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (SAIS)માં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે ભારતની 5G ની કહાની હજી જનતા સુધી પહોંચી નથી, આપણે આપણા દેશમાં 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે જે સંપૂર્ણ રીતે સ્વદેશી અને સ્ટેંડઅલોન છે. તેમની વાતને વધુ સમજાવતા તેમણે કહ્યું કે ભારત આ 5G ટેક્નોલોજીને અન્ય દેશો સાથે શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ દેશમાંથી આવ્યા અમુક ભાગ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, જો કે કેટલાક ભાગો દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી આવ્યા છે પરંતુ બીજે ક્યાંયથી નહીં. આવી સ્થિતિમાં 5જી ટેક્નોલોજી સ્વદેશી છે અને આપણે કોઈપણ દેશ સાથે 5જી ટેક્નોલોજી શેર કરવા તૈયાર છીએ. આવી સ્થિતિમાં, અમારું 5G બીજે ક્યાંયથી આયાત કરવામાં આવ્યું નથી અને તે આપણું પોતાનું ઉત્પાદન છે.

દેશભરમાં 5G સેવાઓ ક્યારે શરૂ થશે?

નાણામંત્રીએ કહ્યું કે ઓક્ટોબરની શરૂઆતમાં પીએમ મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022 દરમિયાન કેટલાક પસંદગીના શહેરો માટે 5G સેવાઓ શરૂ કરી હતી અને 2024 સુધીમાં સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 5G ટેક્નોલોજી પર ભારતની સિદ્ધિ પર અમને ગર્વ છે.

આ શહેરો માટે 5G સર્વિસ શરૂ થઈ છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ દેશના ચાર શહેરોમાં Jio 5G સર્વિસ શરૂ કરી છે જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ અને વારાણસી જેવા શહેરોનો સમાવેશ થાય છે. એરટેલ 5G પ્લસ સેવા 8 શહેરો માટે શરૂ કરવામાં આવી છે જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીનો સમાવેશ થાય છે.