એલોન મસ્કના નિર્ણયથી સમાચાર કંપનીઓની થશે ચાંદી, Twitter પર સમાચાર વાંચવા માટે ચૂકવવા પડશે પૈસા

હવે દરેક યુઝરે ન્યૂઝ કંપનીઓના દરેક લેખ વાંચવા માટે કિંમત ચૂકવવી પડશે. મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ પર પોતાના નવા ટ્વીટમાં કહ્યું કે હવે યુઝર્સ પાસેથી દરેક લેખના આધારે ચાર્જ લેવામાં આવશે અને જો તેઓ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે તો તેમને સમાચાર વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

એલોન મસ્કના નિર્ણયથી સમાચાર કંપનીઓની થશે ચાંદી, Twitter પર સમાચાર વાંચવા માટે ચૂકવવા પડશે પૈસા
Elon musk
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:51 PM

એલોન મસ્ક ટ્વિટર પર આવતા મહિનાથી મીડિયા આર્ટિકલ્સને વાંચવા માટે વપરાશકર્તાઓ પાસેથી પૈસા વસૂલશે. એટલે કે હવે દરેક યુઝરે ન્યૂઝ કંપનીઓના દરેક લેખ વાંચવા માટે કિંમત ચૂકવવી પડશે. મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ પર પોતાના નવા ટ્વીટમાં કહ્યું કે હવે યુઝર્સ પાસેથી દરેક લેખના આધારે ચાર્જ લેવામાં આવશે અને જો તેઓ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે તો તેમને સમાચાર વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: ‘લાડો પંચાયત’થી ‘સેલ્ફી વિથ ડોટર’ના વિચાર દ્વારા વિવિધ દેશોમાં ધૂમ મચાવનાર સુનીલ જગલાન કોણ છે, પ્રધાન મંત્રીએ ‘Mann ki Baat’ માં કર્યો ઉલ્લેખ

આ તે વપરાશકર્તાઓ માટે છે જેઓ માસિક સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરશે નહીં, જ્યારે તેઓ ક્યારેક સમાચાર વાંચવા માંગતા હોય, તો તેમને દરેક સમાચાર વાંચવા માટે વધુ ચૂકવણી કરવી પડશે. મસ્કના ટ્વિટ અનુસાર, આ મીડિયા કંપનીઓ અને વપરાશકર્તાઓ બંને માટે મોટી જીત સાબિત થશે.

મસ્કની નવી ટ્વિટર પોલિસી

અગાઉ ટ્વિટરે ઘણા વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક લઈ લીધું હતું અનેક ન્યૂઝ એકાઉન્ટને ગવર્નમેન્ટ ફંડેડનું ટિક આપીને પાછુ લઈ લીધુ હતું. જેમાં ભારતની અગ્રણી સમાચાર એજન્સી ANI અને BBC સામેલ છે. પરંતુ હવે મસ્કના નવા નિર્ણય અનુસાર હવે ન્યૂઝ એજન્સીને ટ્વિટરથી મોટી કમાણી કરવાનો મોકો મળશે. અને આ સમાચાર એજન્સી અને તે વેરિફાઈડ એકાઉન્ટ્સની જીત હશે જેમણે ટ્વિટરના સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરી છે.

હવે ન્યૂઝ વાંચવા માટે વધુ ચૂકવવા પડશે

ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ઈન્ડિયામાં વેબ વર્ઝન માટે યુઝર્સને 650 રૂપિયાની માસિક ફી ચૂકવવી પડશે. આ સિવાય યુઝર્સ 6,800 રૂપિયાનો વાર્ષિક પ્લાન પણ ખરીદી શકે છે. ત્યારે Android અને IOS વપરાશકર્તાઓ માટે 900 રૂપિયાનો માસિક પ્લાન છે. આ બંને યુઝર્સ માટે વાર્ષિક પ્લાન 9,400 રૂપિયા છે. હવે મસ્કની નવી પોલિસી અનુસાર જે યુઝર્સ આમાંથી કોઈ પણ પ્લાન નથી લેતા તેમને હવે ટ્વિટર પર સમાચાર વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…