
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલોન મસ્કનું કહેવું છે કે તેઓ પ્લેટફોર્મ પર દેખાતી જાહેરાતોની સાઈઝ અને ફ્રીક્વન્સીમાં સુધારો કરશે. મસ્કે જણાવ્યું હતું કે જાહેરાતો ઘટાડવા માટે, અમે ઉચ્ચ કિંમતનું સબસ્ક્રિપ્શન મોડલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ જે વપરાશકર્તાઓને કોઈપણ જાહેરાત વિના ટ્વિટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ મસ્કે ટ્વીટ માટે બુકમાર્ક ફીચર લાવવાની જાહેરાત કરી છે. આ ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ થઈ શકે છે.
આ પણ વાંચો: Twitter નું આ ફીચર થશે બંધ, થોડા દિવસ પહેલા જ થયું હતું લોન્ચ, યુઝર થયા હતા પરેશાન
મસ્કે શનિવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ટ્વીટર પરની જાહેરાતો વારંવાર આવે છે અને ઘણી મોટી હોય છે. આગામી સપ્તાહમાં બંનેને ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ અમે વધુ કિંમતનું સબસ્ક્રિપ્શન મોડલ પણ બહાર પાડી રહ્યા છીએ. જેથી કોઈ જાહેરાતો ન આવે.” જો કે, તેમણે એ જણાવ્યું ન હતું કે જાહેરાત ઘટાડવા માટે શું કરવામાં આવશે અથવા નવા સબસ્ક્રિપ્શન મોડલની કિંમત કેવી હશે.
આપને જણાવી દઈએ કે મસ્કે હાલમાં જ “Twitter Blue” સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે. મસ્કે કંપની ખરીદતાની સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટ્વિટર ફક્ત જાહેરાત પર ભરોસો કરી શકે નહીં. જે બાદ કંપનીએ પેઇડ બ્લુ સબસ્ક્રિપ્શન શરૂ કર્યું. કંપની તેની જાહેરાતની આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સંઘર્ષ કરી રહી છે કારણ કે બ્રાન્ડ પોતાની મોડરેશન નીતિઓ અંગેની ચિંતાઓ વચ્ચે સાઇટથી પોતાના હાથ ખેંચી રહી છે. મસ્કએ કહ્યું છે કે તે નથી ઇચ્છતા કે પ્લેટફોર્મ “ફ્રી ફોર ઓલ હિલસ્કેપ” બની જાય.
Ads are too frequent on Twitter and too big. Taking steps to address both in coming weeks.
— Elon Musk (@elonmusk) January 21, 2023
ટ્વિટરે તાજેતરમાં સતત નીતિમાં ફેરફાર કરીને રાજકીય જાહેરાતો પરના તેના ત્રણ વર્ષના પ્રતિબંધને હળવો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ટ્વિટરે જાહેરાતમાં કામ કરતા લગભગ 40 ડેટા સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સને હટાવી દીધા છે.
ટ્વિટર બુકમાર્કની બીજી નવા ફીચર ટૂંક સમયમાં ટ્વિટર પર રિલીઝ થઈ રહ્યા છે. એલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે ટ્વીટને બુકમાર્ક તરીકે સેવ કરી શકાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે બુકમાર્ક સંપૂર્ણપણે ખાનગી રહેશે, એટલે કે, અન્ય કોઈ વપરાશકર્તા તમારા બુકમાર્કને જોઈ શકશે નહીં, જો કે ટ્વિટ બુકમાર્ક તરીકે સેવ કરવામાં આવશે, તે ચોક્કસપણે જોઈ શકશે કે કેટલા લોકોએ તેનું બુકમાર્ક કર્યું છે.