એલોન મસ્કે કરી સ્પષ્ટતા, ભારતીય યુઝર્સને Blue ટિક માટે ક્યારથી ચૂકવવા પડશે પૈસા

|

Nov 07, 2022 | 4:16 PM

ભારતમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે? અને ટ્વિટર બ્લુ ટિક સર્વિસને લઈને ભારતીય યૂઝર્સના મનમાં ઉઠતા સવાલોને શાંત કરવા માટે, હાલમાં જ બનેલા ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટ કરીને જણાવ્યું છે. ચાલો જાણીએ.

એલોન મસ્કે કરી સ્પષ્ટતા, ભારતીય યુઝર્સને Blue ટિક માટે ક્યારથી ચૂકવવા પડશે પૈસા
Twitter
Image Credit source: File Photo

Follow us on

એલોન મસ્કે 5 દેશોમાં યુઝર્સ માટે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે, હવે ભારતીય યુઝર્સના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે ભારતમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે? અને ટ્વિટર બ્લુ ટિક સર્વિસને લઈને ભારતીય યૂઝર્સના મનમાં ઉઠતા સવાલોને શાંત કરવા માટે, હાલમાં જ બનેલા ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટ કરીને જણાવ્યું છે. ત્યારે એલોન મસ્કે શું કહ્યું છે ચાલો જાણીએ.

ટ્વિટર પર એલોન મસ્કને ટેગ કરતાં, એક યુઝર્સએ પૂછ્યું, “અમે ભારતમાં ટ્વિટર બ્લુના રોલઆઉટની ક્યારે અપેક્ષા રાખી શકીએ?” તમને જણાવી દઈએ કે ટ્વિટર યુઝરના આ સવાલનો જવાબ આપતા એલોન મસ્કે જાહેરાત કરી છે કે બ્લુ ટિકની પ્રીમિયમ સેવા કદાચ એક મહિનાથી પણ ઓછા સમયમાં શરૂ થઈ જશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Twitter Blue Price

એલોન મસ્કના આવ્યા પહેલા, યુઝર્સ પાસેથી બ્લુ ટિક માટે કોઈપણ રીતે ચાર્જ લેવામાં આવતો ન હતો, પરંતુ જ્યારથી એલોન મસ્કએ ખુલાસો કર્યો છે કે જેમની પાસે બ્લુ ટિક બેજ છે તેમને દર મહિને 8 ડોલર (લગભગ 657 રૂપિયા) ચૂકવવા પડશે ત્યારથી જ લોકો આ બાબતનો સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે. એલોન મસ્કના આ નિર્ણય પર દુનિયાભરના ઘણા ટ્વિટર યુઝર્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ટ્વિટર બ્લુ ફીચર્સઃ જો તમે પેમેન્ટ કરશો તો તમને આ ફીચર્સ મળશે

આપને જણાવી દઈએ કે એલોન મસ્ક પહેલા જ ખુલાસો કરી ચૂક્યા છે કે દર મહિને 8 ડોલર ચૂકવવાથી યુઝર્સને અનેક પ્રકારની સુવિધાઓ અથવા કહો કે ઘણી સુવિધાઓ મળશે. ચૂકવણી કર્યા પછી, તમને રિપ્લાય, ઉલ્લેખ અને સર્ચમાં પ્રાથમિકતા, ઓછી જાહેરાતો, લાંબા વીડિયો અને ઑડિઓ પોસ્ટ કરવાની ક્ષમતા અને ગૌણ ટૅગ્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

આ ફીચર્સ માટે આપવા પડશે પૈસા

આપને જણાવી દઈએ કે માત્ર બ્લુ ટિક માટે જ નહીં પરંતુ ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ ફીચર અને વીડિયો જોવા માટે પણ યુઝર્સને ટૂંક સમયમાં પૈસા ચૂકવવા પડી શકે છે.

Published On - 1:31 pm, Mon, 7 November 22

Next Article