સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે તેના યુઝર્સને ઝટકો આપ્યો છે. જો તમે પણ ટ્વિટરનો ઉપયોગ કરો છો અને તમારી પાસે બ્લુ ટિક છે, તો હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. કંપનીએ યુઝર્સ માટે બ્લુ ટિકની કિંમતમાં વધારો કર્યો છે. હવેથી એન્ડ્રોઇડ યુઝર્સને દર મહિને 11 ડોલર ખર્ચવા પડશે. એટલે કે વર્ષના લગભગ 132 ડોલર ચૂકવવા પડશે.
નોંધનીય છે કે પ્રથમ ટ્વિટર બ્લુ પ્લાન માટે દર મહિને 8 ડોલર અથવા વાર્ષિક 84 ડોલર ખર્ચ કરવા પડતા હતા. જેમાં સબસ્ક્રિપ્શન આધારિત ટ્વિટર બ્લુની સાથે બ્લુ ટિક પણ મળતુ હતું. બ્લુ ટિક માટે પેમેન્ટ કરનાર યુઝરના એકાઉન્ટની સામે વેરિફિકેશન ટિક આવી રહી છે. મસ્ક સત્તામાં આવતાની સાથે જ સિસ્ટમ બદલાઈ ગઈ. બ્લુ ચેક હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનનો એક ભાગ છે જે તેના માટે ચૂકવણી કરનાર કોઈપણને અન્ય લાભો સાથે બ્લુ ટિક્સની ઍક્સેસ આપે છે.
આ પણ વાંચો: તાલિબાની પણ ખરીદી રહ્યા હતા ટ્વિટર બ્લુ ટિક, ભારે ટીકા બાદ ટ્વિટરે હટાવ્યા ટિક
આ પ્લાન હાલમાં અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, જાપાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે લાગુ કરવામાં આવ્યો છે. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મનું કહેવું છે કે જો તમે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરો છો અથવા જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, તો રિફંડ ઓફર કર્યા વિના કોઈ પણ સમયે તમારૂ બ્લુ ટિક ચેકમાર્કને હટાવવાનો અધિકાર કંપની પાસે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જણાવ્યું હતું કે તે ટ્વિટર વેરિફિકેશન ફોર ઓર્ગેનાઈઝેશન નામની નવી સેવાનું પણ પાયલોટીંગ કરી રહ્યું છે, જે ટ્વિટર પર બિઝનેસ એન્ટિટી માટે સેવા છે જે સત્તાવાર બિઝનેસ એકાઉન્ટમાં ગોલ્ડ ચેકમાર્ક ઉમેરે છે.
મસ્કે કંપનીના નવા CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી ટ્વિટરે બ્લુ ટિક વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. બ્લુ ચેક અગાઉ મફત હતો અને તે ફક્ત એવા ખાતાઓને જ આપવામાં આવતો હતો જે “સક્રિય, નોંધપાત્ર અને જાહેર હિતના અધિકૃત ખાતા” હોવાનું માનવામાં આવતું હતું. મસ્ક સત્તામાં આવતાની સાથે જ સિસ્ટમ બદલાઈ ગઈ. બ્લુ ચેક હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનનો એક ભાગ છે જે તેના માટે ચૂકવણી કરનાર કોઈપણને અન્ય લાભો સાથે બ્લુ ટિક્સની ઍક્સેસ આપે છે.